________________
અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ
૫૧
શબ્દાર્થ :- સમોવાસQ - શ્રમણોપાસક (શ્રાવક) આપુ . થયા વાત - જાણી લીધા હતા આદું - અનર્થ પરમદું - પરમાર્થ સવાય વત્તું - ખુલ્લા દરવાજા સિયક્તિો - આગળિયા ઊંચા ઊઠેલા છે અર્થાત્ અંદરથી બંધ ન કરેલા દરવાજા.
ભાવાર્થ :- ત્યારપછી આનંદ ગાથાપતિ શ્રમણોપાસક થઈ ગયા. તેણે જીવ-અજીવ આદિ પદાર્થોનાં સ્વરૂપને સારી રીતે સમજી લીધા હતા; પુણ્ય અને પાપના ભેદ જાણી લીધા હતા; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ (જેના આધારથી ક્રિયા કરવામાં આવે તે) બંધ અને મોક્ષને સારી રીતે જાણી લીધા હતા. તેઓ બીજા કોઈની સહાયતા લેતા ન હતા, તેઓ અસહાય વૃત્તિવાન હતા. તેમને દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ વગેરે દેવતાઓ પણ નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકવામાં સમર્થ ન હતા. નિગ્રંથ પ્રવચનમાં જે નિશંક શંકા રહિત, નિષ્કાશ આત્મ ઉત્થાન સિવાય અન્ય આકાંક્ષારહિત, નિર્વિચિકિત્સ–સંશયરહિત, લબ્ધાર્થ– ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગૃહિતાર્થતેણે ગ્રહણ કરેલા, પુષ્ટાર્થ– જિજ્ઞાસા અથવા પ્રશ્ન દ્વારા તેને સ્થિર કરેલા, અભિગતાર્થ સ્વાયત્ત કરેલા (સ્વાધીન કરેલા) વિનિશ્ચિતાર્થ- નિશ્ચિતરૂપમાં આત્મસાત્ કરેલા હતા. આ પ્રમાણે જે અસ્થિ અને મજ્જાપર્યંત ધર્મ પ્રતિ પ્રેમ અનુરાગથી ભરેલા હતા. જેને નિશ્ચિત વિશ્વાસ હતો કે આ નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત છે. આ જ પરમાર્થ છે. તે સિવાય અન્ય સમસ્ત સંસાર પ્રપંચ અનર્થકારી અને અપ્રયોજન મત છે.
દશિવલિ, ઉપર ઊઠેલા છે આગળિયા જેના એવા અવ વડુવારે-ખુલ્લા દરવાજાવાળા એટલે કે દાન માટે તેના દરવાજા ખુલ્લા રહેતા હતા. તે એટલા પ્રામાણિક હતા કે કોઈના પણ અંતઃપુરમાં અને પરઘરમાં તેનો પ્રવેશ પણ પ્રીતિ જનક હતો. તે અવિશ્વાસ ઉત્પન્ન કરનારા ન હતા. તે ચૌદશ, આઠમ, અમાસ તથા પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધનું સારી રીતે પાલન કરતા, શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક—અચિત્ત અથવા નિર્જીવ, એષણીય—સાધુ દ્વારા સ્વીકાર કરવા યોગ્ય નિર્દોષ, અશન, પાણી, ખાદ્ય, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછવાનું વસ્ત્ર, ઔષધ, ભૈષજ, પ્રાતિહારિક લઈને પાછી દેવા યોગ્ય વસ્તુ, પાટ, બાજોઠ, શય્યા-સ્થાન, સંસ્તારક, બિછાના માટે ઘાસ વગેરે દ્વારા શ્રમણ-નિગ્રંથોને પ્રનિલાભિત કરનાં ધાર્મિક જીવન જીવી રહ્યા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રપાઠમાં શ્રાવકના અનેક વિશિષ્ટ ગુણોનું નિરૂપણ છે–
(૧) નવતત્વના જ્ઞાતા :– શ્રાવક જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તે નવ તત્ત્વના જ્ઞાતા હોય છે.
(૨) અસહાયવૃત્તિ :– શ્રાવક કોઈ પણ કાર્યમાં અન્યની અપેક્ષા રાખતાં નથી. દેવની સહાયતા પણ :ઇચ્છતા નથી. તેને કર્મ સિદ્ધાંતમાં દઢતમ શ્રદ્ધા હોવાથી તે સ્વાવલંબી અર્થાત્ આત્મનિર્ભર હોય છે.
(૩) દંઢ શ્રદ્ધાવાન :– તે દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ અનન્ય શ્રઢાવાન હોય છે, દેવ-દાનવ આદિ તેને શ્રદ્ધાથી ચલિત કરી શકતા નથી. તેમજ તેની શ્રદ્ધા દઢ હોવાથી ધર્મમાં કે ધર્મફળમાં તેને શંકાદિની સંભાવના જ રહેતી નથી.
(૪) લબ્ધાર્થ :– શ્રાવકોએ ધર્મના યથાર્થ તત્ત્વોને પ્રાપ્ત કર્યાં હોય,સમજી લીધા હોય અને તે તત્ત્વો સંબંધી સત્ય ધારણા કરી હોય છે.