________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
કરી તેને વિદાય કર્યા. ત્યારપછી તે દેવે ગર્જનાથી યુક્ત પંચરંગી મેઘોથી સુશોભિત દિવ્ય વર્ષાકાલીન શોભાને સમેટી લીધી અને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો અર્થાત્ સ્વસ્થાને ગયો. ५५ तए णं सा धारिणी देवी तंसि अकालदोहलंसि विणीयंसि संमाणियदोहला तस्स गब्भस्स अणुकंपणट्ठाए जयं चिट्ठइ, जयं आसयइ, जयं सुवइ; आहारं पि य णं आहारेमाणी णाइतित्तं णाइकडुयं णाइकसायं णाइअंबिलं णाइमहुरं जं तस्स गब्भस्स हियं मियं पत्थयं મેય જાતે ય બહાર આહારેમાળી, ગાવિત, બાસોય, બાવેળ, ખામોદ, ખાડ્મય, णाइपरित्तासं, ववगयचिंता-सोय-मोह - भक्परित्तासा उउ-भज्जमाण-सुहेहिं भोयण-च्छायणगंध-मल्लालंकारेहिं तं गब्धं सुहंसुहेणं परिवहइ ।
३८
ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણીદેવી પોતાના અકાલદોહદની પૂર્તિ થયા પછી સન્માનિત દોહદા થઇને તે ગર્ભની અનુકંપાથી યતના—સાવધાનીપૂર્વક ઊભી રહેવા લાગી, યતનાથી બેસવા લાગી અને યતનાપૂર્વક શયન કરવા લાગી; અધિક તીખો ન હોય, અધિક કડવો ન હોય, અધિક કસાયેલો ન હોય, અધિક ખાટો ન હોય, અધિક મીઠો પણ ન હોય, દેશ કાલને યોગ્ય, ગર્ભ માટે હિતકારી, બહુ પરિમિત અને પથ્થરૂપ આહાર કરવા લાગી; અત્યંત ચિંતા, અતિ શોક, અતિ દૈન્ય, અતિમોહ, અતિભય, અતિ પરિત્રાસ ન કરતાં; ચિંતા, શોક, દૈન્ય, મોહ, ભય અને ત્રાસથી રહિત થઈને; સુખપ્રદ ભોજન, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકાર આદિથી સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગી.
મેઘકુમારનો જન્મ અને જન્મ મહોત્સવ :
५६ तए णं सा धारिणी देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धमाणं राइंदियाणं विइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंगसुंदरं दारयं पयाया । ભાવાર્થ :- ત્યારપછી તે ધારિણીદેવીએ પરિપૂર્ણ નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થયા ત્યારે અર્ધરાત્રિ(મધ્ય રાત્રિ)ના સમયે, અત્યંત કોમલ હાથ-પગવાળા યાવત્ સર્વાંગ સુંદર પુત્રને જન્મ આપ્યો. ५७ तए णं ताओ अंगपडियारियाओ धारिणि देविं णवण्हं मासाणं जावदारयं पयायं पासंति, पासित्ता सिग्घं तुरियं चवलं वेइयं, जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! धारिणी देवी णवण्हं मासाणं जावदारगं पयाया । तं णं अम्हे देवाणुप्पियाणं पियं णिवेदेमो, पियं भे भवउ ।
ભાવાર્થ - ત્યારે(ધારિણીદેવીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે) અંગપરિચારિકાઓ શીઘ્ર, ત્વરિત, ચપળ વેગવાળી ગતિથી શ્રેણિક રાજા પાસે આવી અને શ્રેણિકરાજાને જય-વિજયના શબ્દથી વધાવીને હાથ જોડીને, મસ્તક પર આવર્તન કરીને, અંજલી કરીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! ધારિણીદેવીએ નવમાસ પૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો છે, અમે આપ દેવાનુપ્રિયને આ પ્રિય સમાચારનું નિવેદન કરીએ છીએ. તે આપને પ્રિય થાઓ.