________________
| અધ્ય—૧: મેઘકુમાર
[ ૩૯ ]
५८ तए णं से सेणिए राया तासिं अंगपडियारियाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा ताओ अंगपडियारियाओ महुरेहिं वयणेहि विउलेण य पुप्फ-गंधमल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता मत्थयधोयाओ करेइ, पुत्ताणुपुत्तियं वित्तिं कप्पेइ, कप्पित्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજા તે દાસીઓ પાસેથી આ વાત સાંભળી અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેમણે તે દાસીઓનો મધુર વચનોથી તથા પુષ્કળ પુષ્પો, ગંધમાલાઓ અને આભૂષણોથી સત્કાર સન્માન કરીને, તેઓના મસ્તક ધોઈને અર્થાત્ દાસીપણાથી મુક્ત કરીને તેઓના પુત્ર, પૌત્ર આદિની લાંબી પંરપરા સુધી ચાલે તેવી આજીવિકા કરી આપી અને તેઓને વિદાય આપી. ५९ तए णं से सेणिए राया (पच्चूसकालसमयंसि) कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! रायगिहं णगरं आसिय जाव परिगीयं करेह कारवेह य, चारगपरिसोहणं करेह, करित्ता माणुम्माण वद्धणं करेह, करित्ता एयमाणत्तियं पच्चप्पिणह; जावपच्चप्पिणति । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજાએ(પ્રાતઃકાલના સમયે) કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો કે- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજગૃહ નગરમાં સુગંધિત જલનો છંટકાવ કરો યાવતું સર્વત્ર મંગલગાન કરાવો. કેદીઓને મુક્ત કરો, તોલ માપની વૃદ્ધિ કરો. મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરી તે કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપો યાવત્ કૌટુંબિક પુરુષોએ તે કાર્ય કરી શ્રેણિક રાજાને તે સમાચાર આપ્યા. ६० तएणं से सेणिएराया अट्ठारससेणीप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह गंतुब्भे देवाणुप्पिया!रायगिहे य अभितरबाहिरिए उस्सुक्कं उक्करं अभडप्पवेसं अदंडिम कुदंडिमं अधरिमंअधारणिज्जंअणुद्धयमुइंगं अमिलायमल्लदामंगणियावरणाडइज्जकलियं अणेगतालायराणुचरियं पमुइयपक्कीलियाभिरामं जहारिहं दसदेवसियं ठिइवडियं करेह कारवेह य, करित्ता एयमाणत्तियं पच्चप्पिणह। तेवितहेव करेंति, करित्ता तहेव पच्चप्पिणंति। ભાવાર્થ - ત્યાર પછી શ્રેણિક રાજાએ કુંભકાર વગેરે જાતિરૂપ અઢારશ્રેણી, પ્રશ્રેણીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને દસ દિવસ સુધી રાજગૃહનગરની અંદર અને બહાર અર્થાત્ સંપૂર્ણ રાજ્યને કર મુક્ત કરો અર્થાત્ ખરીદ-વેંચાણ ઉપર તથા જકાતનાકા ઉપર લેવાતા શુલ્ક(ટેક્સ)ને બંધ કરો; ઘર-ખેતર વગેરે સંપત્તિ ઉપર લેવાતા કરને બંધ કરો. પ્રજાજનોના ઘરોમાં ધરપકડ કે તપાસ માટે રાજ્ય કર્મચારીઓનો પ્રવેશ બંધ કરો; અપરાધી પ્રજાજનો પાસેથી દંડરૂપે રકમ અને અપરાધી રાજ્ય કર્મચારીઓ પાસેથી કુદંડ-દંડરૂપે વસૂલ કરાતી રકમ લેવી નહીં; રાજદેણા માફ કરવામાં આવે; કોઈ કરજદાર રહે નહીં એટલે કે રાજ્ય તરફથી બધાના ઋણ ચુકવાય જાય; કોઈ નવા કરજદાર બને નહીં એટલે કે જેને ધનની જરૂર હોય તેને રાજ ખજાનામાંથી ધન આપવામાં આવે; તે સિવાય સમસ્ત નગરીમાં વાદન કલાકારો વાદનવિધિ પ્રમાણે મૃદંગોનું વાદન કરે; તાજા પુષ્પોની માળાઓના તોરણો બંધાવવામાં આવે; ગણિકાઓ, નટપુરુષો પોતાની કલા બતાવે; તાલ આપનારાઓ નૃત્ય સમયે તાલ આપતા રહે; લોકો નૃત્યાદિથી હર્ષિત બની ક્રીડા કરે, આ પ્રમાણે દસ દિવસ સુધી પુત્ર જન્મોત્સવ માટેની યોગ્ય સર્વ