________________
અધ્ય–૧: મેવકુમાર,
[ ૩૭ ]
आरामेसु य उज्जाणेसु य काणणेसु य वणेसु य वणसंडेसु यरुक्खेसु य गुच्छेसु य गुम्मेसु य, लयासु य वल्लीसु यकंदरासु यदरीसुय चुंढीसु यदहेसु य कच्छेसु य णदीसु य संगमेसु य विवरएसु य अच्छमाणी य पेच्छमाणी य मज्जमाणी य पत्ताणि य पुष्पाणि य फलाणि य पल्लवाणि य गिण्हमाणी य माणेमाणी य अग्घायमाणी य परिभुंजमाणी य परिभाएमाणी य वेभारगिरिपायमूलेदोहलं विणेमाणी सव्वओ समंता आहिंडइ । तएणधारिणी देवी विणीयदोहला संपुण्णदोहला संपत्तदोहला जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યારપછી શ્રેષ્ઠ હાથી અંધ પર આરૂઢ શ્રેણિક રાજા ધારિણીદેવીની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. આ રીતે ચાલતાં ધારિણી દેવી અશ્વ, ગજ, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી યુક્ત સુભટોના સમૂહથી ઘેરાયેલા, સંપૂર્ણ સમૃદ્ધિ, સંપૂર્ણ યુતિ યાવતું દુંદુભિ આદિ વાંજિત્રોના નાદ સહિત રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર તથા રાજમાર્ગો ઉપર નાગરિકો દ્વારા અભિનંદિત થતાં વૈભારગિરિ પર્વત સમીપે આવ્યાં અને વૈભારગિરિના કટકતટ–તળેટીના ક્રીડાસ્થાન રૂ૫ બગીચાઓ, ફળ-ફૂલથી સમૃદ્ધ ઉદ્યાનો, કાનનો સામાન્ય વૃક્ષ યુક્ત વનો, નગરથી દૂરવર્તી વનો, એક જાતિના વૃક્ષ સમૂહવાળા વનખંડો, વૃક્ષો, વૃતાકી આદિના ગુચ્છો, વાંસની ઝાડી રૂ૫ ગુલ્મો, લતામંડપો, નાગરવેલાદિની વલ્લીઓ, ગુફાઓ, બખોલો, ચૂંડી(ખોદયા વિના સ્વાભાવિક રૂપે બનેલી તળાવડીઓ) હૃદ–ધરાઓ કોવોકળા, નદીઓ, નદીના સંગમ સ્થાનો, ગુફાઓ વગેરે સ્થાનો પાસે ઊભી રહેતી, ત્યાંના દશ્યો જોતી, સ્નાન કરતી, પત્ર, ફુલો, ફળો અને કંપળોને ગ્રહણ કરતી, તેના સ્પર્શજન્ય સુખને માણતી, પુષ્પાદિની સુવાસ લેતી, ફળાદિને ખાતી-ખવડાવતી વૈભારગિરિની તળેટીમાં પોતાના દોહદને પૂર્ણ કરતી ચારે બાજુ ફરવા લાગી. આ રીતે ધારિણી દેવીએ પોતાનો દોહદ પૂર્ણ કર્યો, પોતાનો દોહદ સંપૂર્ણ કર્યો અને પોતાના દોહદને સંપન્ન કર્યો. ५३ तए णं सा धारिणी देवी सेयणयगंधहत्थि दुरूढा समाणी सेणिएणं हत्थिखंधवरगएणं पिटुओ समणुगम्ममाणमग्गा हयगय जाव रवेणं जेणेव रायगिहे णगरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहे णगरं मज्झमझेणं जेणामेण सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता विउलाई माणुस्साई भोगभोगाई पच्चणुभवमाणी विहरइ । ભાવાર્થઃ- ત્યારપછી સેચનક નામના ગંધહસ્તિ પર આરૂઢ થયેલી, શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર સવાર થઇને શ્રેણિક રાજા જેની પાછળ ચાલી રહ્યા છે, તેવી અશ્વ, હાથી, રથ વગેરેથી ઘેરાયેલી તે ધારિણી દેવી રાજગૃહ નગર સમીપે આવી અને રાજગુહ નગર મધ્યે થઈને પોતાના મહેલમાં આવી, આવીને મનુષ્યસંબંધી વિપુલ ભોગો ભોગવતી રહેવા લાગી. ५४ तए णं से अभयकुमारे जेणामेव पोसहसाला तेणामेण उवागच्छइ, उवागच्छइत्ता पुव्वसंगइयं देवं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । तएणं से देवे सगज्जियं पंचवण्णं महोवसोहियं दिव्वं पाउससिरिं पडिसाहरइ, पडिसाहरित्ता जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए। ભાવાર્થ:- ત્યારપછી તે અભયકુમાર પૌષધશાળામાં આવ્યા અને પૂર્વનામિત્ર દેવના સત્કાર સન્માનાદિ