________________
|
3
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સુગંધિત કરીને ગંધની ગુટિકા સમાન કરો અને તે કાર્ય થઈ જાય એટલે મને જાણ કરો. ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે કાર્ય કરી, રાજાને તે કાર્ય પૂર્ણ થયાની જાણ કરી.
ત્યારપછી શ્રેણિકરાજાએ બીજીવાર કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર ઉત્તમ ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો અને સેચનક નામના ગંધહસ્તીને તૈયાર કરો. તે કર્મચારી પુરુષોએ આજ્ઞાપાલન કરીને યાવતું કાર્ય સંપન્ન થયાનું નિવેદન કર્યું. ५० तए णं से सेणिए राया जेणेव धारिणी देवी तेणामेव उवागच्छइ उवागच्छित्ता धारिणि देवि एवं वयासी- एवं खलुं देवाणुप्पिए !सगज्जिया जाव पाउससिरी पाउब्भूया, तं णं तुम देवाणुप्पिए ! एयं अकालदोहलं विणेहि । ભાવાર્થ :- ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણીદેવી પાસે આવીને, ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયે! આ પ્રમાણે તમારી અભિલાષા અનુસાર ગર્જનાથી યુક્ત યાવત વર્ષાકાલીન શોભા પ્રગટ થઈ છે, તેથી હે દેવાનુપ્રિયે ! તમે તમારા અકાલ મેઘના દોહદને પૂર્ણ કરો. ५१ तएणं सा धारिणी देवी सेणिएणं रण्णा एवं वुत्ता समाणी हटूतुटु, जेणामेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता अंतो अंतेउरंसिण्हाया जावविभूसिया किं ते- वरपायपत्तणेउर जाव आगासफलियसमप्पभंअंसुयंणियत्था, सेयणयं गंधहत्थिदुरुढा समाणी अमरमहियफेणपुंजसण्णिगासाहिं सेयचामरवालवीयणीहिं वीइज्जमाणी वीइज्जमाणी संपत्थिया । तए णं से सेणिए राया पहाए जाव सस्सिरीए हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं चउचामराहिं वीइज्जमाणे धारिणि देवि पिट्ठओ अणुगच्छइ। ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણી દેવી શ્રેણિકરાજાના આ પ્રમાણે વચનો સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઇને, સ્નાનગૃહ હતું, તે તરફ આવ્યાં અને સ્નાનગૃહમાં પ્રવેશ કરીને અંતઃપુરની અંદર સ્નાન કર્યું. યાવત વિભૂષિત થયાં. વિશેષ શું કહેવું! – પગમાં ઝાંઝર પહેર્યા યાવતું આકાશ તથા સ્ફટિક મણિઓની પ્રભા સમાન અર્થાત્ નિર્મળ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને સેચનક નામના ગંધહસ્તિ પર આરૂઢ થઈને અમૃતમંથનથી ઉત્પન્ન થયેલા ફીણના સમૂહ જેવા શ્વેત ચામરોથી વજાતા ધારિણીદેવીએ પ્રસ્થાન કર્યું. ત્યારપછી શ્રેણિક રાજાએ સ્નાન કર્યું થાવ વિશેષ શોભાથી શોભિત તે શ્રેણિક રાજા શ્રેષ્ઠ ગંધહતિ પર સવાર થઈને, કોરંટ વૃક્ષના ફૂલોની માળાયુક્ત છત્ર મસ્તક પર ધારણ કરીને, ચાર ચામરોથી વીંજાતા, ધારિણીદેવીની પાછળ ચાલ્યા. ५२ तएणंसा धारिणी देवी सेणिएणंरण्णा हत्थिखंधवरगएणं पिटुओ पिटुओ समणुगम्ममाण मग्गा, हयगयरहपवस्जोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडा महया भङ चडगस्वंदपरिक्खित्ता सव्विड्डीए सव्वजुईए जाव दुंदुभिणिग्घोसणाइयरवेणं रायगिहे णगरे सिघाडगतिगचउक्कचच्चर जावमहापहपहेसुणगरजणेणं अभिणदिज्जमाणी अभिणदिज्जमाणी जेणामेव वेभारगिरिपव्वए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता वेभारगिरिकडगतडपायमूले