________________
અધ્ય–૧: મેઘકુમાર
)
|
૩૫ ]
કહ્યું- હે દેવાનુપ્રિય! તમે સ્વસ્થ થાઓ અને વિશ્વાસ રાખો. હું(હમણાં જ) તમારા નાના માતા ધારિણીદેવીના આ પ્રકારના દોહદની પૂર્તિ કરું છું. આ પ્રમાણે કહીને અભયકુમારની પાસેથી નીકળીને ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) દૂર વૈભાર પર્વત ઉપર જઈને વૈક્રિય સમુદ્યાત કરી અને સંખ્યાત યોજન પ્રમાણવાળો દંડ બનાવ્યો યાવત બીજીવાર વૈક્રિય સમુઘાત કરીને ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત અને જલબિન્દુઓથી યુક્ત પાંચવર્ણવાળા વાદળાઓના ધ્વનિથી શોભિત દિવ્યવર્ષા કાળની શોભા પ્રગટ કરી; વર્ષાકાલીન શોભા પ્રગટ કરીને તે દેવ અભયકુમારની સમીપે આવ્યો અને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય!મેં તમારા પ્રત્યેની પ્રીતિથી ગર્જનાયુક્ત, વિજળીયુક્ત, જલબિંદુઓથી યુક્ત, પંચવર્ણી મેઘસમૂહના ધ્વનિથી યુક્ત યાવત દિવ્ય વર્ષાકાલીન શોભા પ્રગટ કરી છે. હે દેવાનુપ્રિય ! તમારા નાના માતા ધારિણીદેવી પોતાના અકાલમેઘના દોહદની પૂર્તિ કરે. ४८ तए णं से अभयकुमारे तस्स पुव्वसंगइयस्स सोहम्मकप्पवासिस्स देवस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्टतढे सयाओ भवणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव अंजलिकट्टु एवं वयासीएवं खलु ताओ ! मम पुव्वसंगइएणं सोहम्मकप्पवासिणा देवेणं खिप्पामेव सगज्जिया सविज्जुया सफुसिया पंचवण्णमेहणिणाओवसोहिया दिव्वा पाउससिरी विउव्विया । तं विणेउ णं मम चुल्लमाउया धारिणी देवी अकालदोहलं। ભાવાર્થઃ- ત્યારપછી અભયકુમાર તે સૌધર્મકલ્પવાસી પૂર્વના મિત્ર દેવની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના ભવનમાંથી બહાર નીકળીને શ્રેણિકરાજા સમીપે આવ્યા, આવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે તાત ! મારા પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવે શીધ્ર ગર્જનાયુક્ત, વીજળીયુક્ત, જલબિંદુઓથીયુક્ત, પાંચવર્ણવાળા વાદળોની ગર્જનાથી સુશોભિત દિવ્યવર્ષા કાળની શોભા પ્રગટ કરી છે. તો હવે મારા નાના માતા ધારિણીદેવી પોતાના અકાલ દોહદની પૂર્તિ કરે. ४९ तए णं से सेणिए राया अभयस्स कुमारस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठ जावकोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया!रायगिह णयरं सिंघाडगतियचउक्क चच्चरचउम्मुहमहापहपहेसु आसित्तसित्त जावसुगंधवरगंधियं गंधवद्रिभयं करेह.करित्ता य मम एयमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोइंबियपुरिसा जावपच्चप्पिणंति।
तए णं से सेणिए राया दोच्चं पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! हयगयरह-पवर जोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह, सेयणयं च गंधहत्थि परिकप्पेह । ते वि तहेव जाव पच्चप्पिणंति । ભાવાર્થ - ત્યારપછી અભયકુમારની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને શ્રેણિકરાજા હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજગૃહ-નગરના શૃંગાટક(ત્રિકોણાકાર સ્થાનો), ત્રિક(જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તે માર્ગ) ચતુષ્ક (ચોક) અને ચબૂતરા, મહામાર્ગો, સામાન્ય માર્ગો આદિ સ્થાનોમાં પાણી છાંટો વાવતું ઉત્તમ સુગંધથી