________________
[ ૭૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારપછી અભયકુમાર આકાશમાં સ્થિત પૂર્વભવના તે મિત્ર દેવને જોઈને હૃષ્ટ, તુષ્ટ થયા અને પૌષધ પૂર્ણ કરીને, હાથ જોડીને વાવત અંજલી બદ્ધ થઈને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારા નાના માતા ધારિણીદેવીને આ પ્રકારનો અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે જે પોતાના દોહદને પૂર્ણ કરે છે યાવત્ હું પણ મારા દોહદને પૂર્ણ કરું; ઇત્યાદિ પૂર્વોક્ત દોહદની બધી વાત દેવને કહી.હે દેવાનુપ્રિય! તમે મારા નાના માતા ધારિણીદેવીના આ પ્રકારના દોહદની પૂર્તિ કરો. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં અભયકુમારે લઘુમાતાના દોહદને પૂર્ણ કરવા, મિત્રદેવની સહાયતા મેળવવા અટ્ટમ પૌષધ કર્યો, તે પ્રકારનું વિધાન છે. આ પૌષધની સંપૂર્ણ વિધિ શ્રાવકના અગિયારમા પૌષધ વ્રતની વિધિની સમાન જ છે પરંતુ અહીં ધ્યાન રાખવા યોગ્ય એ છે કે શ્રાવકના અગિયારમા પૌષધ વ્રતની આરાધના સાંસારિક સંકલ્પથી નહીં માત્ર કર્મ નિર્જરા અને મોક્ષ હેતુથી થાય છે. સમ્યગદષ્ટિ કે શ્રમણોપાસક આત્મા
જ્યાં સુધી સાંસારિક જવાબદારીઓનો સર્વથા ત્યાગ ન કરે ત્યાં સુધી તેના જીવનમાં મોક્ષલક્ષી અને સંસારલક્ષી બંને પ્રકારની પ્રવૃત્તિઓ થતી રહે છે. તેથી સમ્યગ્દષ્ટિ એવા અભયકુમારની આ તપ અને વ્રત સાધના સંસારલક્ષી સમજવી. ધર્મારાધનાના લક્ષ્ય કરાતાં પૌષધાદિમાં સાંસારિક સંકલ્પો કરી શકાય નહીં.
આ સુત્રના તેરમા અધ્યયનમાં નંદમણિયારે મિથ્યાદષ્ટિ થઈ ગયા પછી અટ્ટમ પૌષધ કર્યો. તે પાઠમાં નંદમણિયાર પૌષધની સમાન બ્રહ્મચર્યાદિ નિયમો ધારણ કરીને રહા, તેવો ઉલ્લેખ છે. શ્રી અંતગગસુત્રના ત્રીજાવર્ગના આઠમા અધ્યયનમાં દેવકી માતાની આઠમા પુત્રની પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ દેવઆરાધના માટે અટ્ટમ પૌષધ કર્યો તેમાં પૌષધની જેમ બ્રહ્મચર્યાદિ નિયમો ધારણ કર્યા, તેવો ઉલ્લેખ છે. અહીં પણ અભયકુમારે સાંસારિક હેતુથી અમ પૌષધ કર્યો છે તેથી તેને પણ પૌષધની સમાન વિધિ કરી તેમ સમજવું. તેથી પ્રસ્તુત સૂત્રમાં શબ્દ કૌંસમાં રાખ્યો છે. દેવ દ્વારા ધારણી રાણીના દોહદની પૂર્તિ - ४७ तएणं से देवे अभएणं कुमारेणं एवं वुत्ते समाणे हट्ठतुडे, अभयकुमारं एवं वयासीतुमणं देवाणुप्पिया ! सुणिव्वुय-वीसत्थे अच्छाहि । अहं णं तव चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवंदोहलं विणेमित्ति कटु अभयस्स कुमारस्स अंतियाओ पडिणिक्खमइ; पडिणिक्खमित्ता उत्तरपुरथिमेणं वेभारपव्वए वेउव्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता संखेज्जाई जोयणाइदंड णिसिरइ जावदोच्चंपिवेउव्वियसमुग्घाएणंसमोहण्णइ, समोहण्णित्ता खिप्पामेव सगज्जियं सविज्जुयं सफुसियं पंचवण्णमेहणिणाओवसोहियं दिव्वं पाउससिरि विउव्वेइ, विउव्वित्ता जेणेव अभए कुमारे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभयं कुमारं एवं वयासी___ एवं खलु देवाणुप्पिया ! मए तव पियट्ठयाए सगज्जिया सविज्जुया जावदिव्वा पाउससिरी विउव्विया, तं विणेउ णं देवाणुप्पिया! तव चुल्लमाउया धारिणी देवी अयमेयारूवं अकालदोहलं । ભાવાર્થ-ત્યારપછી અભયકુમારની આ વાત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયેલા, તે દેવે અભયકુમારને