________________
અધ્ય–૧: મેઘકુમાર
| ૩૩ |
ત્યારે તે દેવને મનોગત વિચાર ઉત્પન્ન થયો કે મારો પૂર્વભવનો મિત્ર અભયકુમાર, જંબુદ્વીપ નામના દ્વીપના ભારત વર્ષમાં અને દક્ષિણાર્ધ ભારતના રાજગૃહ નગરમાં પૌષધશાળામાં અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારે અભયકુમાર સામે પ્રગટ થવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તે દેવ ઉત્તર-પૂર્વ દિશામાં ગયો ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે તે દિશામાં બે-ચાર ડગલા જવાની વિધિ હોય છે તેમ સમજવું) અને વૈક્રિય સમુઠ્ઠાત કરીને પહોળાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન લાંબા દંડાકારે આત્મપ્રદેશોને બહાર કાઢ્યા અને તે દંડ પ્રમાણક્ષેત્રમાં રહેલા- કર્કેતન રત્ન, વજ રત્ન, વૈડૂર્ય રત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલ્લ રત્ન, હંસગર્ભ રત્ન, પુલક રત્ન, સૌગંધિક રત્ન, જ્યોતિરસ રત્ન, અંક રત્ન, અંજન રત્ન, રજત રત્ન, જાતરૂપ રત્ન, અંજનપુલક રત્ન, સ્ફટિક રત્ન, રિષ્ટ રત્ન આ સોળ રત્નોના યથાબાદર અર્થાત્ અસાર પગલોનો પરિત્યાગ કરીને યથાસૂક્ષ્મ- સારભૂત પુગલોને ગ્રહણ કરીને; અભયકુમાર પ્રત્યે લાગણીશીલ તે દેવ પૂર્વભવ જનિત સ્નેહ, પ્રીતિ અને બહુમાનના કારણે શોક મગ્ન થઈ(અભયની ચિંતાને દૂર કરવા દત્તચિત થઈ) ઉત્તમ રત્નોથી નિર્મિત પોતાના શ્રેષ્ઠ પુંડરીક વિમાનમાંથી નીકળીને પૃથ્વી ઉપર શીધ્ર પહોંચવા માટે વૈક્રિય શરીર બનાવ્યું, તેનું વર્ણન આ પ્રમાણે છે
ત્વરિત ગતિએ ચાલવા યોગ્ય, કાનમાં ઝૂલતા નિર્મળ સુવર્ણના કુંડળો તથા મસ્તક ઉપર મુગટ યુક્ત, ચિત્તાકર્ષક સૌંદર્યથી દર્શનીય; અનેક મણિ-સુવર્ણ અને રત્નોના સમૂહથી સુશોભિત અને વિવિધ કલામય રચનાવાળા કંદોરાથી યુક્ત, હર્ષિત મનવાળો, ઝૂલતા શ્રેષ્ઠ અને મનોહર કુંડલોથી ઉદ્યોતિત વદનવાળો સૌમ્ય રૂપવાળો; કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ શનિશ્વર અને મંગળ ગ્રહની વચ્ચે ઉદયમાન ચંદ્રની જેમ ઉજ્જવલ(શરીરના) મધ્યભાગવાળો, શરદચન્દ્રની જેમ દર્શકોના નયનોને આનંદ આપનાર, તેમજ પ્રકાશવર્ધક સોમલતા વગેરે દિવ્ય ઔષધિઓના પ્રકાશ-તેજથી દેદિપ્યમાન અને મનોહર, સમસ્ત ઋતુઓની લક્ષ્મીથી વૃદ્ધિગત શોભાવાળો, પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર, સર્વ શ્રેષ્ઠ એવા મેરુ પર્વતની સમાન સુંદર અભિરામ અને આશ્ચર્ય ચકિત કરે તેવા રૂપ, લાવણ્ય, વેષભૂષાથી યુક્ત થઈને અર્થાત્ એવા રૂપની વિફર્વણા કરીને તે દેવ અસંખ્ય નામોવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને, ઉત્કૃષ્ટ, ત્વરિત, ચંચળ, ચંડ, સિંહ જેવી પ્રબળઉદ્ધત-ઉત્કંઠિત, વેગવાળી, નિપુણતાવાળી અને દિવ્ય દેવગતિથી જંબુદ્વીપ, ભરતક્ષેત્રના દક્ષિણાÁ ભરતક્ષેત્રમાં આવ્યા અને તેમાં પણ રાજગૃહનગર અને પૌષધશાળામાં અભયકુમાર સમીપે આવીને, આકાશમાં સ્થિત થઈને, પાંચવર્ણવાળા અને ઘૂઘરીઓવાળા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરેલા, તે દેવે અભયકુમારને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! હું તમારો પૂર્વભવનો મિત્ર સૌધર્મ કલ્પવાસી મહદ્ધિક દેવ છું. તમે મનમાં મારું ધ્યાન કરતાં અઠ્ઠમ તપ ગ્રહણ કરીને પૌષધશાળામાં સ્થિત થયા છો; તેથી હે દેવાનુપ્રિય! હું ઝડપથી અહીં આવ્યો છું. હે દેવાનુપ્રિય ! કહો, હું તમારું શું કામ કરું? તમોને શું આપું? તમારા કોઈ સંબંધીઓને શું આપું? તમારો મનોરથ શું છે? ४६ तए णं से अभए कुमारे तं पुव्वसंगइयं देवं अंतलिक्खपडिवण्णं पासइ, पासित्ता हट्टतुट्टे पोसहं पारेइ, पारित्ता करयल जावअंजलिकट्टएवं वयासी-एवं खलु देवाणुप्पिया! मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवे अकालदोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ तहेव पुव्वगमेणं जाव विणिज्जामि; तं णं तुमं देवाणुप्पिया ! मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवं अकालदोहलं विणेहि ।