________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૩૧]
रण्णो अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणे णिसण्णे । ભાવાર્થ - અભયકુમારે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓએ હૃષ્ટતુષ્ટ થઈને યાવત અભયકુમારનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને વિદાય આપી.
શ્રેણિક રાજા દ્વારા સત્કારિત અને સન્માનિત થઈને વિદાય થયેલા, તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળ્યા, નીકળીને પોતાના ભવનમાં આવીને સિંહાસન પર બેઠા. દોહદપૂર્તિ માટે અભયકુમારની દેવ આરાધના:४४ तए णं तस्स अभयकुमारस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु सक्का माणुस्सएणं उवाएणं मम चुल्लमाउयाए धारिणीए देवीए अकालदोहलमणोरहसंपत्तिं करेत्तए, णण्णत्थ दिव्वेणं उवाएणं । अत्थिणं मज्झसोहम्मकप्पवासी पुव्वसंगइए देवे महिड्डिए जावमहासोक्खे । तं सेयं खलु मम पोसहसालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणि-सुवण्णस्स ववगयमाला-वण्णग-विलेवणस्स णिक्खित्तसत्थमुसलस्स एगस्स अबीयस्स दब्भसंथारोक्गयस्स अट्ठमभत्तं परिगिण्हित्ता पुव्वसंगइयं देवं मणसि करेमाणस्स विहरित्तए । तए णं पुव्वसंगइए देवे मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवे अकालमेहेसु दोहलं विणेहिइ।
एवं संपेहेइ, संपेहित्ता जेणेव पोसहसाला तेणामेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चास्पासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता अट्ठमभत्तं पगिण्हइ, पगिण्हित्ता पोसहसालाए पोसहिए(इव) बंभयारी जावपुव्वसंगइयं देवं मणसि करेमाणेकरेमाणे चिट्ठइ। ભાવાર્થઃ- ત્યારપછી અભયકુમારને આ પ્રમાણે આધ્યાત્મિક–મનોગત વિચાર ફૂર્યો કે, મારી નાની માતા ધારિણી દેવીના અકાલ દોહદની પૂર્તિ દિવ્ય શક્તિ વિના કેવળ માનવીય શક્તિથી શક્ય નથી. સૌધર્મ કલ્પવાસી મારો પૂર્વનો મિત્ર દેવ છે, જે મહદ્ધિક યાવત મહાનસુખ ભોગવનાર છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય ધારણ કરીને, મણિ, સુવર્ણ આદિ અલંકારોનો ત્યાગ કરીને, પુષ્પમાળાઓ અને ચંદનાદિ લેપનો ત્યાગ કરીને, તલવાર, છરી વગેરે શસ્ત્ર અને મૂસળ આદિનો ત્યાગ કરીને, આરંભ-સમારંભને છોડીને, એકાકી (રાગદ્વેષથી રહિત) અને અદ્વિતીય (સેવક આદિની સહાયતાથી રહિત), ડાભના સંથારા ઉપર સ્થિત થઈને, અઠ્ઠમની તપસ્યા ગ્રહણ કરીને પૂર્વના મિત્ર દેવનું મનમાં સ્મરણ કરતો સ્થિત રહ્યું. આમ કરવાથી તે પૂર્વનો મિત્ર દેવ (અહીં આવીને) મારી નાની માતા ધારિણી દેવીના અકાલ મેઘ સંબંધી દોહદને પૂર્ણ કરશે.
આ પ્રમાણે વિચાર કરીને અભયકુમાર પૌષધશાળામાં આવ્યા, આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કરીને, વડીનીત અને લઘુનીતની ભૂમિ(મલ-મૂત્ર ત્યાગના સ્થાન)નું પ્રતિલેખન કરીને, ડાભના સંથારાનું પ્રતિલેખન કરીને, તેના ઉપર બેસીને, અઠ્ઠમ તપનો સ્વીકાર કર્યો. પૌષધશાળામાં પૌષધ વિધિની જેમ