________________
|
30
શ્રી શાતાધર્મકથા સૂત્ર
માટે નિમંત્રિત કરતા હતા, પરંતુ હે તાત ! આજે તમે મને આદર આપતા નથી યાવતુ આસન પર બેસવા માટે આમંત્રણ આપતા નથી, તમે કોઈ કારણથી હતોત્સાહ થયા છો, ચિંતાગ્રસ્ત થયા છો. તેનું કોઈ કારણ હોવું જોઈએ. તો હે પિતાજી ! તમે ચિંતાના કારણને છુપાવ્યા વિના નિઃસંકોચપણે, નિઃશંકભાવે, અપલાપ (નિષેધ) કર્યા વિના, ખુલ્લા દિલે જેવું હોય તેવું, સત્ય અને સંદેહ રહિત કહો. ત્યારપછી હું આપની ચિંતાનું કારણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ४१ तए णं सेणिए राया अभएणं कुमारेणं एवं वुत्ते समाणे अभयं कुमारं एवं वयासीएवं खलु पुत्ता ! तव चुल्लमाउयाए धारिणीए देवीए तस्स गब्भस्स दोसुमासेसु अइक्कंतेसु तइयमासे वट्टमाणे दोहलकालसमयंसि अयमेयारूवे दोहले पाउब्भवित्था- धण्णाओ णं ताओ अम्मयाओ तहेव णिरवसेसं भाणियव्वं जावविणिति। तएणं अहं पुत्ता !धारिणीए देवीए तस्स अकालदोहलस्स बहूहिं आएहि य उवाएहिं जाव उप्पत्तिं अविंदमाणे ओहयमणसंकप्पे जाव झियायामि, तुमं आगयं पिण याणामि । तं एएणं कारणेणं अहं पुत्ता! ओहयमणसंकप्पे जावझियायामि। ભાવાર્થ :- અભયકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તારી નાની માતા ધારિણીદેવીની ગર્ભસ્થિતિને બે માસ પૂરા થયા અને ત્રીજો માસ ચાલી રહ્યો છે. દોહદ કાલના આ સમયે તેને અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે,(ઇત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ) યાવતુ જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. તો હે પુત્ર! ધારિણીદેવીના તે અકાલમેઘ સંબંધી દોહદના કારણોપકારણોનો વિચાર કરવા છતાં પણ તેની પૂર્તિનો કોઈ ઉપાય મને ધ્યાનમાં આવતો ન હોવાથી હું હતોત્સાહી અને ચિંતામગ્ન બની ગયો છું. તેથી હું તારું આગમન જાણી શક્યો નહીં. આ કારણે હે પુત્ર! હું નષ્ટ થયેલા મનોગત સંકલ્પવાળો થઈને ચિંતા કરી રહ્યો છું.'
४२ तए णं से अभयकुमारे सेणियस्स रण्णो अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ट जाव हियए सेणियं राय एवं वयासी- मा णं तुब्भे ताओ ! ओहयमणसंकप्पा जावझियायह। अहं णं तहा करिस्सामि, जहा णं मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवस्स अकालदोहलस्स मणोरहसंपत्ती भविस्सइ त्ति कटु सेणियं रायं ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहि समासासेइ। ભાવાર્થ-ત્યારપછી તે અભયકુમાર શ્રેણિક રાજા પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને હૃષ્ટતુષ્ટ અને આનંદિત હૃદયવાળા થયા. તેણે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે તાત! તમે દુ:ખી ન થાઓ અને કોઈપણ જાતની ચિંતા ન કરો. હું એવો ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ધારિણી દેવીના, આ અકાલમેઘ સંબંધી દોહદના મનોરથની પૂર્તિ થશે. આ પ્રમાણે કહી અભયકુમારે ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વચનોથી શ્રેણિક રાજાને સાંત્વના આપી. ४३ तए णं सेणिए राया अभएणं कुमारेणं एवं वुत्ते समाणे हट्ठतुढे जाव अभयकुमारं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ ।
तए णं से अभयकुमारे सक्कारिए, सम्माणिए, पडिविसज्जिए समाणे सेणियस्स