________________
[ ૨૮
]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજાએ ધારિણી દેવીને સોગંદ આપીને પૂછયું- હે દેવાનુપ્રિયે! તમારા મનની વાતને સાંભળવા માટે શું હું અયોગ્ય છું? કે જેથી તમે તમારા મનમાં રહેલા માનસિક દુઃખને મારાથી છુપાવો છો?
આ રીતે શ્રેણિક રાજાએ સોગંદ આપ્યા ત્યારે ધારિણી દેવીએ શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામી ! મને ઉદાર યાવતું મહાસ્વપ્ન આવ્યું હતું. તે સ્વપ્ન આવ્યાને લગભગ ત્રણ માસ(દેશોન ત્રણ માસ- ટીકા.) થઈ ગયા પછી મને આ પ્રકારનો અકાલ મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે અને તે માતાઓ કતાર્થ છે યાવત જે વૈભારગિરિની તળેટીમાં ફરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ મારા દોહદને પૂર્ણ કરું. હે સ્વામિન્ ! આ રીતનો આ અકાલમેઘનો દોહદ પૂર્ણ ન થવાથી હું કુશ પાવતુ આર્તધ્યાન કરું છું. હે સ્વામિન્ ! કૃશ યાવતુ આર્તધ્યાનથી યુક્ત થવાનું મારું આ જ કારણ છે. દોહદપૂર્તિના ઉપાયોનું ચિંતન - ३९ तए णं से सेणिए राया धारिणीए देवीए अंतिए एयमढे सोच्चा णिसम्म धारिणिं देवि एवं वयासी-मा णं तुमंदेवाणुप्पिए! ओलुग्गा जावझियाहि, अहं णं तहा करिस्सामि जहा णं तुब्भं अयमेयारूवस्स अकालदोहलस्स मणोरहसंपत्ति भविस्सइ त्ति कटु धारिणिं देविंइट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहिं समासासेइ, समासासित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सीहासण वरगए पुरत्थाभिमुहे સખસti.
धारिणीए देवीए एवं अकालदोहलं बहूहिं आएहि य उवाएहि य उप्पत्तियाहि य वेणइयाहि य कम्मियाहि य पारिणामियाहि य चउव्विहाहिं बुद्धीहिं अणुचिंतेमाणे अणुचिंतेमाणे तस्स दोहलस्स आयं वा उवायं वा ठिई वा उप्पत्तिं वा अविंदमाणे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીની આ વાત સાંભળીને સમજીને ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે કૃશ શરીરવાળા ન થાઓ યાવતુ આર્તધ્યાન કરો નહીં. હું એવો ઉપાય કરીશ કે જેથી તમારા આ અકાલ દોહદની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે શ્રેણિક રાજાએ ધારિણી દેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વાણીથી આશ્વાસન આપ્યું, આશ્વાસન આપીને તે બહારની ઉપસ્થાન શાળામાં આવ્યા અને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા.
ધારિણી દેવીના આ અકાલ દોહદની પૂર્તિ કરવા માટે ઘણા કારણોનું ઉપાયોનું(યુક્તિ-પ્રયુક્તિ- ઓથી) ત્પાતિકી, વનયિકી, કર્મજા અને પારિણામિકી આ ચારે પ્રકારની બદ્ધિથી વારંવાર ચિંતન કરવા છતાં પણ તે દોહદના કોઈપણ પ્રકારના ઉપાય કે યુક્તિની સ્થિતિ કે નિષ્પત્તિને મેળવી શક્યા નહીં અર્થાત્ દોહદ પૂર્તિનો કોઈ ઉપાય ધ્યાનમાં આવ્યો નહીં, ત્યારે શ્રેણિકરાજા હતોત્સાહ યાવત્ ચિંતાગ્રસ્ત બની ગયા. અભયકુમારનું શ્રેણિક રાજા પાસે વંદનાર્થ આગમન - ४० तयाणंतरं अभए कुमारे पहाए जाव सव्वालंकारविभूसिए पायवंदए पहारेत्थ