________________
| અધ્ય–૧: મેઘમાર
.
| २७ ।
આત્યંતર દાસીઓ વ્યાકુલ થઇને ધારિણી દેવી પાસેથી નીકળીને, શ્રેણિક રાજાની પાસે જઈને, હાથ જોડીને યાવત મસ્તક પર અંજલી કરીને, જય-વિજય શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કોણ જાણે શા માટે ધારિણી દેવી કૃશ અને કૃશ શરીરવાળી થઈને યાવત્ આર્તધ્યાન કરે છે.
३६ तए णं से सेणिए राया तासिं अंगपडियारियाणं अंतिए एयमढे सोच्चा णिसम्म तहेव संभंते समाणे सिग्धं तुरियं चवलं वेइयं जेणेव धारिणी देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता धारिणिं देवि ओलुग्गं ओलुग्गसरीरं जाव अट्टज्झाणोवगयं झियायमाणिं पासइ, पासित्ता एवं वयासी-किं णं तुमे देवाणुप्पियए ! ओलुग्गा ओलुग्गसरीरा जाव अट्रज्झाणोवगया झियायसि? ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓ પાસેથી આ અર્થને સાંભળીને, મનમાં ધારણ કરીને, વ્યાકુળ થતા, શીધ્ર, અત્યંત શીધ્ર, ત્વરિત, ચપળ, વેગવાળી ગતિથી ધારિણી દેવી પાસે આવ્યા, ત્યાં કૃશ અને કૃશ શરીરવાળી યાવત્ આર્તધ્યાન કરતી ધારિણી દેવીને જોઈને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિયે! તમે વ્યાકુલ ચિત્ત અને કૃશ શરીરવાળા યાવત્ આર્તધ્યાન યુક્ત થઈને ચિંતા શા માટે કરી રહ્યા છો? ३७ तए णं सा धारिणी देवी सेणिएणं रण्णा एवं वुत्ता समाणी णो आढाइ जाव तुसिणीया संचिटुइ । तएणं से सेणिए राया धारिणिं देविंदोच्चं पितच्चं पिएवं वयासीकिं णं तुमे देवाणुप्पिए ! ओलुग्गा जाव झियायसि? तए णं सा धारिणी देवी सेणिएणं रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ता समाणी णो आढाति, णो परिजाणाइ, तुसिणिया संचिट्ठइ। ભાવાર્થ:- શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું છતાં પણ ધારિણી દેવીએ તેનો આદર કર્યો નહીં યાવત મૌન રહી. ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીને બે-ત્રણ વાર આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! તમે કૃશ થાવત્ શા માટે આર્તધ્યાન કરો છો? આ રીતે ધારિણી દેવીને શ્રેણિક રાજાએ બે-ત્રણ વાર પૂછ્યું છતાં પણ તેણીએ આદર કે પ્રત્યુત્તર આપ્યો નહીં અને મૌન જ રહી. ३८ तएणं सेणिए राया धारिणिं देविंसवहसावियं करेइ, करित्ता एवं वयासी-किंणं तुमं देवाणुप्पिए ! अहमेयस्स अट्ठस्स अणरिहे सवणयाए? ता णं तुमं ममं अयमेयारूवं मणोमाणसियं दुक्खं रहस्सीकरेसि?
तएणंसा धारिणी देवी सेणिएणंरण्णा सवहसाविया समाणी सेणियंरायंएवं वयासीएवं खलु सामी ! मम तस्स उरालस्स जावमहासुमिणस्स तिण्हं मासाणं बहुपडिपुण्णाणं अयमेयारूवे अकालमेहेसु दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ जाव वेभारगिरिपायमूलं आहिंडमाणीओ डोहलं विणियंति। तं जइ णं अहमवि जाव डोहलं विणिज्जामि । तए णं अहं सामी! अयमेयारूवंसि अकालदोहलंसि अविणिज्जमाणंसि ओलुग्गा जावअट्टज्झाणोवगया झियायामि । एएणं कारणेणं अहं सामी ! ओलुग्गा जाव अट्टज्झाणोवगया झियायामि ।