________________
| અધ્ય–૧: મેશકુમાર
[ ૨૫ ]
અશ્વસેના, ગજસેના, રથસેના અને પાયદળસેના રૂપ ચતુરંગિણી સેના ચાલતી હોય, જે પોતાની સંપૂર્ણ ઋદ્ધિથી, ધુતિથી યુક્ત થઈને યાવતુ વાદ્યોના નાદથી મનુષ્યો દ્વારા ઉચ્ચારિત માંગલિક જયનાદ સાથે રાજગૃહ નગરમાં જ્યાં સુગંધી પાણી એકવાર કે ઘણીવાર છાંટયું હોય, તે માર્ગોને પવિત્ર-સ્વચ્છ કર્યા હોય, કચરો દૂર કરી સાફ કર્યા હોય, છાણાદિથી લીપ્યા હોય યાવતું શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત, ગંધની ગુટિકા જેવા બનાવ્યા હોય; તેવા શૃંગાટકો-ત્રિકોણમાર્ગમાં, ત્રણ રસ્તાઓવાળા માર્ગમાં, ચાર રસ્તાઓવાળા માર્ગમાં, ઘણા રસ્તાઓવાળા માર્ગમાં, ચાર દ્વારવાળા ગોપુર વગેરેમાં, મહામાર્ગમાં કે સામાન્ય માર્ગમાં તે રાજગૃહ નગરને જોતી જઈ રહી હોય, નાગરિકો અભિનંદિત કરી રહ્યા હોય, ગુચ્છો, લતાઓ, વૃક્ષો, ગુલ્મો અને વેલોના સમૂહોથી વ્યાપ્ત મનોહર વૈભારપર્વતની તળેટીમાં ચારેબાજુ ફરતી ફરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે (તે માતાઓ ધન્ય છે.) તો હું પણ આવા પ્રકારના મેઘ ઉત્પન્ન થયા હોય યાવત (તેવા વર્ષાકાલમાં વિચરવાના) મારા દોહદને પૂર્ણ કરું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધારિણી દેવીના દોહદનું વર્ણન છે. લોહલં - લોકો મનોરથ | ગર્ભસ્થ જીવના પ્રભાવે માતાને ત્રીજા મહિને જે વિશિષ્ટ ઇચ્છા, મનોરથ, અભિલાષા કે સંકલ્પો ઉત્પન્ન થાય તેને દોહદ કહે છે. નીતિ...વિજિનિ :- દોહદ પૂર્ણ કરે છે... હું પણ દોહદ પૂર્ણ કર્યું. પ્રસ્તુત સૂત્રગત દોહદ વર્ણનમાં “જે માતાઓ શ્રેણિક રાજા સાથે વરસાદમાં વનવિહાર કરી પોતાનો દોહદ પૂર્ણ કરે છે તે માતાઓ ધન્ય છે, પુણ્યશાળી છે.” ઇત્યાદિ ધારિણી દેવીના સંકલ્પોનું જે વિસ્તૃત વર્ણન છે તે શ્રેણિક રાજાની અનેક રાણીઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે, તેમ સમજવું. દોહદની અસંપ્રાપ્તિથી રાજા-રાણીનું આર્તધ્યાન:३२ तए णं सा धारिणी देवी तंसि दोहलंसि अविणिज्जमाणंसि असंपण्णदोहला असंपुण्णदोहला असम्माणियदोहला सुक्का भुक्खा णिम्मंसा ओलुग्गा ओलुग्गसरीरा पमइलदुब्बला किलंता ओमथियवयणणयणकमला पडुइयमुही करयलमलियव्व चंपगमाला णित्तेया दीणविवण्णवयणा जहोचियपुप्फ-गंध-मल्लालंकार-हारं अणभिलसमाणी कीडारमण-किरियं च परिहावेमाणी दीणा दुम्मणा णिराणंदा भूमिगयदिट्ठीया ओहयमणसंकप्पा करयल पल्हत्थमुही अट्टज्झाणोवगया झियायइ । ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણીદેવી દોહદપર્ણ ન થવાથી, દોહદ સંપન ન થવાથી, દોહદ સંપર્ણ ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી માનસિક સંતાપથી સુકાઈ ગઈ, ભૂખી રહેવાથી દુર્બળ થઈ ગઈ, માંસ રહિત થઈ ગઈ તેમજ ચિંતાથી રુણ, અતિચિંતાથી રુગ્ણશરીરા; કાંતિહીન અને દુર્બલ, પરમગ્લાન (ખેદ યુક્ત) દુબળી અને કમજોર બની ગઈ. તે મુખ કમળ અને નેત્ર કમળને ઝુકાવીને રહેવા લાગી. તેનું મુખ ફીકું પડી ગયું, તે હાથથી મસળેલી ચંપક ફૂલની માળાની જેમ ચીમળાયેલી અને નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દીન અને શોભા રહિત થઈ ગયું, યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારના વિષયમાં રુચિ રહિત થઈ ગઈ અર્થાત તેણીએ તે બધાનો ત્યાગ કરી દીધો. સખીઓ આદિની સાથેની ક્રીડા અને ચોપાટ