________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વાળા. (૫) ઉત્તમ કાજલ(સૂરમો), ભમરો, રિષ્ઠરત્ન, ભ્રમરપંકિત, ભેંસના શિંગડા, કાળી ગોળી અને મેશ સમાન કાળાવર્ણવાળા. આ પ્રમાણે આકાશમાં પાંચ રંગવાળા વાદળાં હોય,
૨૪
તે વાદળાઓમાં વિજળી ઝબૂકતી હોય, ગર્જના થતી હોય, વિશાળ આકાશમાં પવન દ્વારા ચારે દિશાઓમાં ગતિ કરતાં વાદળામાંથી નિર્મળ, શ્રેષ્ઠ જલધારાઓ વરસતી હોય, પ્રચંડ વાયુથી આહત, પૃથ્વીતલને ભીંજવી દેતી વર્ષા નિરંતર વરસતી હોય, તે જલધારાના સમૂહથી પૃથ્વી શીતલ થઈ ગઈ હોય, ધરણીરૂપી રમણીએ ઘાસરૂપી કંચુકી ધારણ કરી હોય, ઘરતીના રસ્તાઓ પલ્લવિત . વૃક્ષ । અને લતાઓથી સુશોભિત થઈ ગયા હોય, ઊંચા પર્વતો સૌભાગ્યને પ્રાપ્ત થયા હોય અર્થાત્ પાણીથી ધોવાઈને સ્વચ્છ થઈ ગયા હોય, વૈભાર ગિરિના પર્વતો, દ્રહો, પ્રપાતતટ અને કટક (વૈભારગિરિના એકભાગ)માંથી ઝરણાઓ વહેતા હોય, ઝડપથી વહેતું પાણી પત્થર સાથે અથડાવાથી ઉત્પન્ન થતાં ફીણથી વ્યાપ્ત અને ડહોળા પાણી વાળી નદીઓ વહેતી હોય.
ઉપવનો(ઉદ્યાનો) સર્જ, અર્જુન, નીપ અને કુટજ નામના વૃક્ષોના અંકુરોથી અને છત્રાકાર બિલાડીના ટોપથી યુક્ત થઇ ગયા હોય, મેઘની ગર્જના સાંભળીને હર્ષ ઘેલા મોર મુક્ત કંઠે કેકારવ કરતાં હોય અને વર્ષાના કારણે ઉન્મત્ત મયૂરો પોતાની તરુણ ઢેલો સાથે નૃત્ય કરતાં હોય. તે ઉપવન શિલિંધ્ર, કુટજ, કંદલ અને કદંબ વૃક્ષોના ફૂલોની સુંગંધથી વ્યાપ્ત થઈ ગયા હોય.
નગરની બહારના ઉદ્યાન કોયલોના મધુર સ્વરોથી વ્યાપ્ત હોય, રક્તવર્ણી ઇન્દ્રગોપ નામના કીડાઓથી શોભાયમાન હોય, તેમાં ચાતક પક્ષીઓ કરુણ સ્વરથી બોલી રહ્યા હોય, નમી ગયેલા તૃણોથી સુશોભિત હોય, દેડકાઓના અવાજથી શબ્દાયમાન હોય, મદોન્મત્ત ભમરા અને ભમરીઓનો સમૂહ એકત્ર થઈ રહ્યો હોય, તે ઉપવનનો દેશભાગ પુષ્પરસના લોલુપ ઉન્મત્ત ભદ્મરોના મધુર ગુંજારવથી શબ્દાયમાન હોય.
વાદળાઓથી આચ્છાદિત હોવાના આકાશમાં સ્થિત ચંદ્ર, સૂર્ય અને ગ્રહ, નક્ષત્ર તારાગણ શ્યામવર્ણના દષ્ટિગોચર થઈ રહ્યા હોય, ઇન્દ્રધનુષ્યરૂપી ધ્વજ ફરફરી રહ્યો હોય, મેઘાચ્છાદિત આકાશતલમાં બગલાઓની પંક્તિ શોભતી હોય તેવા અને ભારંડ, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓને માનસ-સરોવર તરફ જવા માટે ઉત્સુક કરનાર વર્ષાકાલીન સમયે જે માતાઓ સ્નાન કરીને યાવત્ પગમાં ઉત્તમ ઝાંઝર, કમરે મણિઓનો કંદોરો, ગળામાં હાર, હાથમાં કંકણ તથા આંગળીઓમાં વીંટીઓ ધારણ કરીને પોતાના બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધથી સ્થભિત કરીને, કુંડળોથી દૈદિપ્યમાન મુખ અને રત્નોથી શરીરને ભૂષિત કરીને;
નાકના નિશ્વાસના વાયુથી પણ ઊડી જાય તેવા સૂક્ષ્મ, નેત્રને હરણ કરનાર, ઉત્તમવર્ણ અને કોમળ સ્પર્શવાળા, ઘોડાના મુખમાંથી નીકળતા ફીણથી પણ વધુ કોમલ, શ્વેત સુવર્ણની કિનારીવાળા, આકાશ અને સ્ફટિક સમાન શુભ કાન્તિવાળા, ચીનદેશીય શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને અને અલસી આદિથી નિર્મિત સુકોમળ ઉતરીય વસ્ત્ર(ઓઢણી) ધારણ કરીને; સમસ્ત ઋતુઓનાં સુગંધી ફૂલોની પુષ્પમાળાઓથી મસ્તકને સુશોભિત કરીને, કાલાગુરુ આદિ ઉત્તમ ધૂપથી શરીરને ધૂપિત કરીને અર્થાત્ ઉત્તમ સુગંધથી સુવાસિત કરીને, લક્ષ્મી દેવી જેવા વસ્ત્રો પહેરીને;
(જે માતાઓ) સેચનક નામના ગંધહસ્તિ રત્ન ઉપર આરૂઢ થઈ હોય, કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્રને ધારણ કર્યું હોય, ચંદ્રપ્રભ વજ્ર અને વૈસૂર્ય રત્નના નિર્મલ દંડવાળા, શંખ, કુંદપુષ્પ, જલકણ અને અમૃતનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલા ફીણના સમૂહની સમાન ઉજ્જવલ શ્વેત ચાર ચામરો ઢોળાઈ રહ્યા હોય, હસ્તિરત્નના સ્કંધ પર શ્રેણિક રાજાની સાથે બેઠી હોય, તેમની પાછળ સર્વ દ્યુતિ અને ઋદ્ધિયુક્ત