________________
૨૦ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે. બળદેવ ગર્ભમાં આવે ત્યારે બળદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. માંડલિક રાજા ગર્ભમાં આવે ત્યારે માંડલિક રાજાની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. २७ इमे यणसामी ! धारिणीए देवीए एगेमहासुमिणे दिटे,तं उरालेणं सामी ! धारिणीए देवीए सुमिणे दिढे जावआरोग्गन्तुट्ठिदीहाऊकल्लाणमंगल्लकारएणं सामी ! धारिणीएदेवीए सुमिणे दिटे । अत्थलाभो सामी ! सोक्खलाभो सामी ! भोगलाभो सामी ! पुत्तलाभो सामी ! रज्जलाभो सामी ! एवं खलुं सामी! धारिणी देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव दारगं पयाहिसि । से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विउल-बलवाहणे रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा । तं उरालेणं सामी ! धारणीए देवीए सुमिणे दिढे जावआरोग्गतुट्ठि जाव दिढे त्ति कटु भुज्जो भुज्जो अणुबूहेति । ભાવાર્થ - હે સ્વામિનું! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે; હે સ્વામિનું! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત હે સ્વામિન્ ! ધારિણીદેવીએ આરોગ્યદાયી, તુષ્ટિદાયી, દીર્ધાયુકારી, કલ્યાણકારી અને મંગલકારી સ્વપ્ન જોયું છે. હે સ્વામી ! તેના ફલસ્વરૂપે આપને અર્થલાભ થશે. હે સ્વામી ! આપને સુખનો લાભ થશે. હે સ્વામી! આપને ભોગનો લાભ થશે હે સ્વામી ! આપને પુત્રનો તથા રાજ્યનો લાભ થશે. આ રીતે હે સ્વામી! ધારિણી દેવી પૂરા નવમાસ વ્યતીત થશે ત્યારે પુત્રને જન્મ આપશે. તે પુત્ર બાલ્યાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, યુવાવસ્થાથી સંપન્ન થશે ત્યારે સંગ્રામમાં શૂર, આક્રમણ કરવામાં વીર અને પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલવાહનોનો સ્વામી થશે. રાજ્યના અધિપતિ રાજા થશે અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અણગાર થશે. માટે તે સ્વામી ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવતુ આરોગ્યકારક, તુષ્ટિકારક આદિ પૂર્વોક્ત વિશેષણોવાળું સ્વપ્ન જોયું છે. આ પ્રમાણે કહીને સ્વપ્ન પાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. २८ तए णं सेणिए राया तेसिं सुमिणपाढगाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियए करयल जावएवं वयासी
__एवमेयं देवाणुप्पिया ! जावजण्णं तुब्भे वयह त्ति कटुतं सुमिणं सम्म पडिच्छइ, पडिच्छित्ता ते सुमिणपाढए विउलेणं असण-पाणखाइमसाइमेणं-वत्थगंध-मल्लालंकारेण य सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ दलइत्ता पडिविसज्जेइ। ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજા, તે સ્વપ્ન પાઠકો પાસેથી આ કથનને સાંભળીને અને હદયમાં ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ અને આનંદિત હૃદયવાળા બનીને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય! જે આપ કહો છો તે તેમજ છે, આપનું ભવિષ્ય કથન સત્ય છે, આ પ્રમાણે કહીને તે સ્વપ્નના ફળનો સમ્યક પ્રકારે સ્વીકાર કરીને, સ્વપ્ન પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ