________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૨૧ ]
અને વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને જીવન- નિર્વાહને યોગ્ય પ્રીતિદાન આપીને વિદાય કર્યા. २९ तए णं से सेणिए राया सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता जेणेव धारिणी देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता धारिणिं देवि एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! सुमिणसत्थंसि बायालीसं सुमिणा जाव भुज्जो भुज्जो अणुबूहेइ। ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજા સિંહાસન પરથી ઊભા થયા અને ધારિણીદેવી પાસે આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! સ્વપ્ન શાસ્ત્રમાં બેતાલીશ સ્વપ્ન અને ત્રીસ મહાસ્વપ્ન કહ્યા છે. તેમાંથી તમે એક મહાસ્વપ્ન જોયું છે, તેમ કહીને યાવતુ વારંવાર સ્વપ્નની પ્રશંસા કરી. |३० तए णं धारिणी देवी सेणियस्स रण्णो अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठा जाव हियया तं सुमिणं सम्म पडिच्छइ, पडिच्छित्ता जेणेव सए वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ण्हाया जाव विहरइ। ભાવાર્થ - ત્યારપછી શ્રેણિક રાજાનું આ કથન સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ધારિણીદેવી હૃષ્ટતુષ્ટ થયાં થાવઆનંદિત હૃદયવાળા થયાં. તેણે તે સ્વપ્નફળનો સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને પોતાના નિવાસગૃહમાં આવીને સ્નાન કર્યું યાવત સુખપૂર્વક રહેવા લાગ્યાં. વિવેચન :ગામનગર:- સ્વપ્ન-ફળનું કથન આઠ અંગવાળા મહાનિમિત્તોના જ્ઞાતા કરી શકે છે. તે અષ્ટાંગ મહાનિમિત્તના નામ આ પ્રમાણે છે– (૧) ભૂકંપ (૨) ઉત્પાત (૩) સ્વપ્ન (૪) ઉલ્કાપાત (૫) અંગ ફુરણ (આંખા વગેરે અંગોનું ફરકવું) (૬) સ્વર (ડાબા, જમણા શ્વાસ)નું ચાલવું (૭) વ્યંજન- તલસાદિ (૮) લક્ષણ- શરીર પર ધ્વજાદિ ચિતો. આ આઠના શુભાશુભનું ફળ જાણનારા અષ્ટાંગ નિમિત્તક કહેવાય છે. આ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા એવા સ્વપ્નપાઠકો જ્યારે સભામાં આવ્યા ત્યારે શ્રેણિકરાજાએ સ્વયં તેમનું સન્માન કરીને વિદ્યા પ્રત્યે બહુમાન પ્રદર્શિત કર્યું હતું. તે સન્માન સૂચક શબ્દોના અર્થ આ પ્રમાણે છે
= ચૈતા: સ્વૈતાશ્ચનનાદિના | ચંદનાદિ વડે અર્ચના કરી. વંદિર = વન્દિતા: સોજીર્તનેના સગુણોની પ્રશંસા કરીને વંદન કર્યા. પૂરૂય= પૂનિતા: પૃથ્વ: પુષ્પો દ્વારા પૂજા કરી. માળિય= માનિતા પ્રિણામતઃ દષ્ટિ સામે આવતાં નમસ્કાર કરી માન આપ્યું. સર્વવરિયા = સરિતા: પત્ત વસ્ત્રાફિલાનત ફળ–વસ્ત્રાદિ આપીને સત્કાર કર્યો. સમાળિયા=સન્માનિતાતળાવિયા પ્રતિપત્યાદા અનેક પ્રકારે ભક્તિ કરીને સન્માન કર્યું.
શ્રેણિક રાજાએ અવગ્રહણ-ઈહા કરી પોતાની બુદ્ધિથી સ્વપ્નાર્થ કહ્યો. સ્વપ્ન પાઠકોએ અવગ્રહણઈહા નિર્ણય કરી ખૂબ તકદિ કરી સ્વપ્નાર્થ કહ્યો તે માટે પ્રયુક્ત શબ્દોના અર્થ આ પ્રમાણે છે. નિતિ – શ્રવણ કરેલા તે સ્વપ્નને સામાન્યરૂપે સ્મૃતિમાં સ્થાપિત કર્યું. ઈહા– સ્વપ્ન ફળ ઉપર સ્વયં વિશેષ વિચારણા કરી. સંવાતિ- પરસ્પર એક-બીજા સાથે સ્વપ્નાર્થ વિષયક વિચાર-વિમર્શ કરી નિર્ણય કર્યો. નહ૬– સ્વવિચારથી સ્વપ્નાર્થ જાણ્યો. બાદિયા- લાંબો સમય સ્વપ્નાર્થ ઉપર ઉહાપોહ-તર્કવિતર્ક કરી સ્વપ્નાર્થ જાણ્યો. પુછિયg- સંશય થયો ત્યાં એક-બીજાને પૂછી, અન્યના