________________
૧૪
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
उवागच्छित्ता सयंसि सयणिज्जंसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी
ભાવાર્થ:- શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ધારિણીદેવી હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવત્ હાથ જોડી આવર્તન કરીને, મસ્તકે અંજલી સ્થાપિત કરીને, આ પ્રમાણે બોલી–
હે દેવાનુપ્રિય ! આપે જે કહ્યું, તે તેમ જ છે. આપનું કથન સત્ય છે, અસંદિગ્ધ છે, હે દેવાનુપ્રિય! આપનું કથન મને ઇષ્ટ છે, અત્યંત ઇષ્ટ છે, ઇષ્ટાતિઇષ્ટ છે. આપે મને જે કહ્યું તે અર્થ સત્ય છે. આ પ્રમાણે કહીને ધારિણી દેવીએ તે સ્વપ્નના અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી ચિત્રિત ભદ્રાસન પરથી ઊઠીને, પોતાની શય્યા સમીપે આવીને શય્યા પર બેસીને આ પ્રમાણે(મનોમન) વિચારવા લાગી–
१८ मा मे से उत्तमे पहाणे मंगल्ले सुमिणे अण्णेहिं पावसुमिणेहिं पडिहम्मिहि ि कट्टु देवय-गुरुजणसंबद्धाहिं पसत्थाहिं धम्मियाहिं कहाहिं सुमिणजागरियं पडिजागरमाणीपडिजागरमाणी विहरइ ।
ભાવાર્થ:- મારું તે ઉત્તમ અને પ્રધાન, મંગલકારી સ્વપ્ન, અન્ય અશુભ સ્વપ્નોથી નષ્ટ ન થઈ જાય. એમ વિચારીને(શુભ સ્વપ્નની રક્ષા માટે) તે ધારિણી દેવીએ, દેવ અને ગુરુજન સંબંધી પ્રશસ્ત ધાર્મિક કથાઓ દ્વારા સ્વપ્નનું સંરક્ષણ કરવા માટે જાગરણપૂર્વક રાત્રિ વ્યતીત કરી.
નગરીની સજાવટ અને રાજાની સ્નાન વિધિઃ
१९ तए णं सेणिए राया पच्चूसकालसमयंसि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! बाहिरियं उवट्ठाणसालं अज्ज सविसेसं परमरम्मं गंधोदगसित्सुइय-समज्जिओवलित्तं पंचवण्ण-सरस-सुरभि मुक्कपुप्फ-पुंजोवयारकलियं कालागुरु-पवरकुंदुरुक्क तुरुक्क-धूव- डज्झतमघमघंतगंधुद्धयाभिरामं सुगंधवरगंधियं गंधट्टिभूयं करेह कारवेह य; करित्ता य कारवित्ता य एयमाणत्तियं पच्चप्पिण । त कोडुंबियपुरिसा सेणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ठतुट्ठा जावपच्चप्पिणंति।
ભાવાર્થ :- ત્યાર પછી શ્રેણિક રાજાએ પ્રાતઃકાળના સમયે કૌટુંબિક–કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! આજે સભાભવનને શીઘ્ર વિશેષરૂપે રમ્ય બનાવો, સુગંધિત પાણીનો છંટકાવ કરી, સાફસૂફ કરી, લીંપીને પંચવર્ણી તાજા સુગંધિત અને પોતાની મેળે ખરી પડેલા ફૂલોને વિવિધ પ્રકારે ગોઠવી સુશોભિત બનાવો. કાલાગુરુ, કુંદુરુષ્ક, તુરુષ્ક(લોબાન)ના ધૂપ દ્વારા તે સભાભવનને, મન પ્રસન્ન બની જાય, તે રીતે સુગંધથી મઘમઘાયમાન બનાવો, શ્રેષ્ઠ સુગંધી ચૂર્ણ દ્વારા સુગંધિત ધૂપસળી જેવું બનાવો અને મારી આજ્ઞાનુસાર કાર્ય પૂર્ણ થયાની મને શીઘ્ર સૂચના આપો, જાણ કરો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે કર્મચારી પુરુષો હર્ષિત થયા. તેઓએ આજ્ઞાનુસાર કાર્ય કરીને રાજાને કાર્ય થઈ ગયાની સૂચના આપી.
२० तए णं सेणिए राया कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पल-कमल-कोमलुम्मिलियम्मि अह पंडुरे पभाए रत्तासोगपगासकिंसुय सुयमुह-गुंजद्धराग-बंधुजीवग-पारावयचलणणयण