________________
|
૮
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આ બધા વિષયોમાં અભયકુમારની સલાહ લેતા હતા. તે રાજકુટુંબ આદિમાં મેઢીભૂત-આધારસ્તંભરૂપ, પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ અને ચક્ષુરૂપ હતા. સર્વકાર્યમાં અને દૂત, ન્યાયાધીશ, કોટવાળ વગેરે ભિન્ન-ભિન્ન ભૂમિકાવાળા સર્વ મનુષ્યોમાં તે વિશ્વસનીય હતા. સર્વને યોગ્ય સલાહ, સૂચન આપતા હોવાથી સર્વના માર્ગદર્શક હતા. તે રાજ્યધુરાના વાહક હતા. અભયકુમાર પોતે જ શ્રેણિક રાજાના રાજ્ય, દેશ, ભંડાર, કોઠાર, સૈન્ય, વાહન, નગર અને અંતઃપુરની સંભાળ રાખતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કુટુંબ અને રાજ્યમાં અભયકુમારના સ્થાન અને મહત્ત્વનો નિર્દેશ છે. અભયકુમાર શ્રેણિક રાજાના પુત્ર હતા અને તે જ રીતે મુખ્યમંત્રી પણ હતા. સામ-..વિUબુ – સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન, આ ચાર પ્રકારની રાજનીતિ પ્રચલિત છે. તેના પ્રયોગમાં અભયકુમર કુશલ હતા. (૧) સામનીતિ- પરસ્પરના ઉપકારને, ગુણોને પ્રગટ કરીને, મધુર વચન બોલીને કોઈને વશ કરવા, તેને સામ કહે છે. સામનીતિનો પ્રયોગ ઉત્તમ પુરુષો સાથે કરવામાં આવે છે. ૩ પ્રપાતેના નમસ્કાર અને નમ્રતાથી ઉત્તમ પુરુષોને જીતી શકાય છે. (૨) દંડનીતિ- કોઈને પીડા આપીને, તેના ધનાદિનું હરણ કરીને તેને દંડ આપીને વશ કરવા તે દંડનીતિ છે. દંડનીતિનો પ્રયોગ સમાન બળવાળી વ્યક્તિ સાથે કરવામાં આવે છે. તેને તુર્યપIE | સમશક્તિવાળાને વશ કરવા તુલ્ય-સમાન પરાક્રમ બતાવવું જોઈએ. દંડનીતિના પ્રયોગથી સમાન બળવાળી વ્યક્તિને જીતી શકાય. (૩) ભેદનીતિ- સ્વામી-સેવક વચ્ચે ફૂટ પડાવી, પરસ્પર અવિશ્વાસ ઉત્પન્ન કરાવી અન્યને વશ કરવા તે ભેદનીતિ છે. ભેદનીતિનો પ્રયોગ પોતાથી વધુ શુરવીર સાથે કરવામાં આવે છે. સુરં મેન યોગા ભેદનીતિ દ્વારા શૂરવીરને જીતી શકાય છે. (૪) ઉપપ્રદાન નીતિ- પૂર્વે કોઈ પદાર્થાદિ લીધા હોય તો તે આપીને અથવા ઇષ્ટ પદાર્થ આપી કોઈને વશ કરવા, તેને ઉપપ્રદાનનીતિ કહે છે. ઉપપ્રદાનનીતિનો પ્રયોગ નાના-નિમ્નકક્ષાના મનુષ્યો સાથે કરવામાં આવે છે. નવમહત્પમલાનેન નાના માણસોને થોડું આપી દેવાથી તે વશ થઈ જાય છે. હા...વિહાર - અભયકુમાર રાજ્ય સંબંધિત અર્થશાસ્ત્રનો વિચાર ઈહાદિ દ્વારા કરતા હતા.
ઈહા- વસ્તનો સામાન્ય બોધ થયા પછી સંશય થાય અને તત્પશ્ચાતુ “આમ હોવું જોઈએ? તેવા નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે. જેમ કે અંધારામાં દૂર કાંઈક દેખાયા પછી આ હૂંઠું હશે કે પુરુષ તેવા સંશય પછી આ પુરુષ હોવો જોઈએ, તેવું જે જ્ઞાન થાય તે ઈહા છે. અપોહ– નિશ્ચયાત્મક વિશેષ જ્ઞાનને અપોહ કહે છે. જેમકે “આ પુરુષ જ છે તેવો નિશ્ચય થઈ જવો. માર્ગણા-ગવેષણા- પદાર્થમાં રહેલા અન્વય ધર્મો-વિધેયાત્મક ધર્મોને જાણવા, તે માર્ગણા અને વ્યતિરેક ધર્મો–અભાવાત્મક ધર્મોને જાણવા, તે ગવેષણા છે. જેમકે પુરુષ હોય તો હલન-ચલન હોય. તે અન્વયાત્મક ધર્મ કહેવાય અને ત્યાં પક્ષી વગેરેનું ન આવવું તે અભાવાત્મક ધર્મો છે. અન્વય ધર્મના સદ્ભાવથી અને વ્યતિરેક ધર્મના અભાવથી વસ્તુનો યથાર્થ નિશ્ચય થાય છે. માર્ગણા અને ગવેષણા તે ઈહાની પછી તથા અપોહની પૂર્વે હોય છે. અભયકુમાર ઈહા-અપોહાદિ દ્વારા અર્થ સંબંધી વિચાર કરવામાં કુશળ હતા. ઈહાદિ મતિજ્ઞાનના ભેદ છે. તેનું વિશેષ વર્ણન શ્રી નંદીસૂત્રમાં છે. ૩રિયા..૩વવેe:- અભયકુમાર ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિથી સંપન્ન હતા.
(૧) ઔત્પાતિકી બુદ્ધિ- પૂર્વે નહીં જોયેલા, નહીં સાંભળેલા, નહીં અનુભવેલા વિષયને પ્રયત્ન