SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૧: પેશકુમાર . एगूणवीसं अज्झयणा पण्णत्ता, तंजहा- उक्खित्तणाए जावपुंडरीए य; पढमस्सणं भंते ! अज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! જો ધર્મની આદિ કરનારા યાવતસિદ્ધિસ્થાનને પ્રાપ્ત, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત સમૂહ નામના પ્રથમ શ્રુતસ્કંધના ઉસ્લિપ્ત જ્ઞાતથી લઈને પુંડરીક પર્વતના ૧૯ અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! તેના પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? श्रेशिश:१० एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्ड भरहे, रायगिहे णामंणयरे होत्था, वण्णओ । गुणसीले चेइए, वण्णओ । तत्थणं रायगिहे णयरे सेणिए णामं राया होत्था । महया-हिमवंत, वण्णओ । तस्स णं सेणियस्स रण्णो णंदा णामं देवी होत्था । सुकुमालपाणिपाया, वण्णओ। ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં રાજગૃહ નામનું નગર હતું અને તેના ઈશાનકોણમાં ગુણશીલ નામનું ઉધાન હતું. નગર તથા ઉધાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામના રાજા હતા. તે મહા હિમવંત પર્વતની જેમ મર્યાદા કરનાર હતા. તે શ્રેણિક રાજાને સુકુમાર હાથ-પગવાળી નંદા નામની રાણી હતી. રાજા તથા રાણીનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. समयाभार:११ तस्स णं सेणियस्स पुत्ते णंदाए देवीए अत्तए अभए णामं कुमारे होत्था । अहीण पंचिंदिय सरीरे जावसुरूवे, सामदंङभेय-उवप्पयाणणीतिसुप्पउत्तणयविहण्णू, ईहा-पोहमग्गण-गवेसण-अत्थसत्थ मई विसारए, उप्पत्तियाए वेणइयाए कम्मयाए पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेए, सेणियस्सरण्णो बहुसु कज्जेसु यकुडुंबेसु य मंतेसु य गुज्झेसु यरहस्सेसु यणिच्छएसुय आपुच्छणिज्जे, पडिपुच्छणिज्जे, मेढी, पमाणं, आहारे, आलबण, चक्खू; मेढीभूए पमाणभूए आहारभूए आलंबणंभूए, चक्खुभूए, सव्वकज्जेसु य सव्व भूमियासुयलद्धपच्चए विइण्णवियारे, रज्जधुरचिंतए याविहोत्था । सेणियस्सरण्णो रज्जं च टुं च कोसं च कोट्ठागारं च बलं च वाहणं च पुरं च अंतेउरं च सयमेव समुवेक्खमाणेसमुवेक्खमाणे विहरइ। ભાવાર્થ:- તે શ્રેણિક રાજાના પુત્ર અને નંદાદેવીના આત્મજ અભય નામના કુમાર હતા. તે પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળા યાવતું સ્વરૂપવાન હતા. તે સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન આ ચાર પ્રકારની નીતિના પ્રયોગમાં અને ન્યાયવિધિમાં નિષ્ણાંત હતા. તે ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણાથી અર્થ શાસ્ત્રનો વિચાર કરવામાં વિશારદ હતા. તે ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા. તે શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં, કૌટુંબિક કાર્યોમાં, મંત્રણાઓમાં, ગુપ્તકાર્યોમાં, રહસ્યમય સ્થિતિઓમાં નિર્ણય કરવામાં એકવાર અને અનેકવાર પૂછવા યોગ્ય હતા અર્થાત્ શ્રેણિક રાજા
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy