________________
| અધ્ય–૧: પેશકુમાર
વિના, તત્કાલ જાણી લેવો. સમસ્યા ઉત્પન્ન થતાં તલ્લણ સમાધાન રજૂ કરનારી બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) વૈનાયિકી બુદ્ધિ- ગુરુજનો, વડીલોના વિનયથી પ્રાપ્ત થતી બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહે છે. (૩) કર્મજા બુદ્ધિ- કૃષિ–વેપારાદિ કોઈપણ કામ કરતાં-કરતાં લાંબા કાળના અભ્યાસથી જે કુશળતા પ્રાપ્ત થાય, જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને કર્મના બુદ્ધિ કહે છે. (૪) પારિણામિકી બુદ્ધિ-ઉંમરના પરિપાકથી, અનુભવોના આધારે પ્રાપ્ત થતી બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. ચારે બુદ્ધિનું, દષ્ટાંત સહિત સવિસ્તૃત વર્ણન શ્રી નંદીસૂત્રમાં છે. મેઢી મા....વધુમૂ૫ - અભયકુમાર મેઢી, પ્રમાણ, આધાર, અવલંબન અને ચક્ષુ સ્વરૂપ હતા. મેડી- ખેડૂત ખળામાં ધાન્ય ઉપર હાલર્ણ કરે ત્યારે અનાજના ઢગલા વચ્ચે લાકડાનો સ્તંભ રોપે છે. તે સ્તંભના આધારે બળદો ગોળ-ગોળ ફરે છે અને તેથી ઘઉં અને ભૂસું છૂટા પડી જાય છે. આ મધ્યગત સ્તંભને મેઢી કહેવામાં આવે છે. મેઢીની જેમ અભયકુમાર કુટુંબમાં આધારરૂપ હોવાથી મેઢીરૂપ કહેવાતા હતા. પ્રમાણ પ્રમાણ દ્વારા હેય, ઉપાદેયનો વિવેક થાય છે અર્થાતુ છોડવા યોગ્ય પદાર્થથી નિવૃત્તિ અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થમાં પ્રવૃત્તિ થાય છે. તેમ અભયકુમાર કુટુંબ અને રાજ્યમાં ગ્રાહ્ય વિષયોનું ગ્રહણ કરાવતા અને ત્યાજ્ય વિષયોને છોડાવતા હતા તેથી પ્રમાણ સ્વરૂપ હતા.
આધાર–આલંબનરૂપ- અભયકુમાર રાજકુટુંબ-રાજ્ય માટે આધાર અને આલંબનરૂપ હતા. જેની મદદથી વ્યક્તિ ઉન્નતિ કરી શકે તે આધાર કહેવાય છે. જેમ માર્ગમાં ખાડો હોય તો બીજાના હાથનો આધાર લઈ, ખાડો પાર કરી માર્ગમાં આગળ વધે છે. જેના સહારે વ્યક્તિ આફતને પાર કરે તે અવલંબન કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ કુવામાં પડી ગઈ હોય તો તે દોરડાનું આલંબન લઈ બહાર નીકળે છે.
ચશરૂ૫– અભયકુમાર કુટુંબ માટે ચક્ષુરૂપ હતા. કુટુંબના સર્વ સભ્યોને વ્યવહાર માર્ગ બતાવતા હોવાથી તે ચક્ષુરૂપ હતા. રાજકુટુંબ અને રાજ્યમાં અભયકુમાર કેન્દ્રસ્થાને હતા, તે સ્પષ્ટ કરવા સૂત્રકારે મેઢી, પ્રમાણ, આધાર, અવલંબન અને ચક્ષુ આ પાંચ શબ્દો સાથે ઉપમાવાચક 'ભૂત' શબ્દનો પ્રયોગ કરી પુનઃ મેઢીભૂત વગેરેનું કથન કર્યું છે. ધારિણીનું સ્વપ્ન દર્શન - १२ तस्सणं सेणियस्स रण्णो धारिणी णामं देवी होत्था, वण्णओ जावसेणियस्सरण्णो इट्ठा कंता जावविहरइ । तएणंसा धारिणी देवी अण्णया कयाइतसितारिसगंसि छक्कट्ठगलट्ठमट्ठसंठियखंभुग्गयपवरवरसालभंजिय उज्जल-मणिकणगरयणथूभियविडंगजालद्ध चंदणिज्जूहंतस्कणयालिचंदसालिया-विभत्तिकलिए सरसच्छधाऊवलवण्ण रइए बाहिरओ दूमियघट्ठ-मटे अभितरओ पसक्तसुविलिहियचित्तकम्मे णाणाविह-पंचवण्ण-मणिरयणकोट्टिमतले, पउम लया-फुल्लवल्लिवरपुप्फजाइउल्लोयचित्तियतले वंदणवस्कणगकलस सुणिम्मियपङिपूजिक्सरसपउमसोहंतदारभाए, पयरग्गलंबंतमणिमुत्तदामसुविरइयदारसाहेसुगंध-वरकुसुममउयपम्हलसयणोवयारे-मणहिययणिव्वुइकरे,कपूर- लवंग-मलयचंदण कालागुरु-पवस्कुंदुरुक्क तुरुक्कधूक्डज्झंतसुरभिमघमघंत गंधुभुयाभिरामे, सुगंधवरगंधिए गंधवट्टिभूए मणिकिरणपणासियंधयारे, किं बहुणा? जुइगुणेहिं सुरवरविमाण वेलंबियवरघरए,