________________
અધ્ય−૧: મેઘકુમાર
समुप्पण्णसंसए, समुप्पण्णकोउहल्ले; उट्ठाए उट्ठेइ, उट्ठित्ता जेणामेव अज्जसुहम्मे थेरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अज्जसुहम्मे थेरे तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अज्जसुहम्मस्स थेरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहं पंजलिउडे विणणं पज्जुवासमाणे एवं वयासी -
૫
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जावसासयं ठाणमुवगएणं, पंचमस्स अंगस्स अयमट्ठे पण्णत्ते, छट्ठस्स णं भंते ! अंगस्स णायाधम्मकहाणं के अट्ठे पण्णत्ते ? ભાવાર્થ:- તે સમયે આર્ય જંબૂનામના અણગારના મનમાં તત્ત્વના વિષયમાં શ્રદ્ધા-ઇચ્છા, સંશય-જિજ્ઞાસા અને । કુતૂહલ જન્મ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ વધ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પ્રબળતમ થયું; ત્યારે તેઓ પોતાના સ્થાનથી ઊઠીને આર્ય સુધર્મા સ્થવિર પાસે આવ્યા અને આર્ય સુધર્માસ્થવિરને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા(આવર્તન) કરીને વંદન-નમસ્કાર કર્યા; વંદન અને નમસ્કાર કરીને આર્ય સુધર્મા સ્થવિરની ન અતિ દૂર, ન અતિ નજીક, શુશ્રુષા કરતાં નમસ્કારની મુદ્રામાં તેઓની સન્મુખ વિનયપૂર્વક બેઠા અને પર્યુપાસના કરતાં આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્ ! શ્રુતધર્મની આદિ કરનારા યાવત્ સિદ્ઘ ગતિ નામના શાશ્વત સ્થાનને પ્રાપ્ત થયેલા એવા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પાંચમા અંગ શાસ્ત્રના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્ ! છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથાના કયા ભાવ ફરમાવ્યા છે?
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્ન પૂછનારની માનસિક પૂર્વાવસ્થાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું છે. તેમાં ગાય અે આદિ બાર પદનો પ્રયોગ છે. શ્રદ્ધા = ઈચ્છા, રુચિ અથવા ઉત્સુક્તા; સંશય = જિજ્ઞાસા; કુતૂહલ = આશ્ચર્ય. કોઈ પણ અજ્ઞાત વસ્તુના વિષયમાં સહુ પ્રથમ ઈચ્છા થાય, ત્યાર પછી તેને જાણવાની જિજ્ઞાસા થાય અને ત્રીજી અવસ્થામાં એક આશ્ચર્ય ઉત્પન્ન થાય કે આનો પ્રત્યુત્તર શું મળશે ?
જાત, ઉત્પન્ન, સંજાત અને સમુત્પન્ન–આ ચારે શબ્દ ક્રમિક વિકાસના સૂચક છે. જેમ બીજ વાવ્યું, અંકુરિત થયું, છોડ થયો અને અંતે પૂર્ણ રૂપે નિષ્પન્ન થયું. તે જ રીતે જાત = અસ્તિત્વમાં આવ્યું, ઉત્પન્ન = ઉત્પન્ન થયું, સંજાત = વૃદ્ધિંગત થયું અને સમુત્પન્ન = પૂર્ણ રૂપથી નિષ્પન્ન થયું.
કેટલાક આચાર્યો ગાત, પળ આદિ પદમાં હેતુ હેતુમદ્ભાવ સંબંધને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદના પ્રયોગથી ક્રમશઃ પ્રશ્ન કર્તાના ચિત્તની સ્થિતિની પુષ્ટતાને સૂચિત કરે છે.
સંક્ષેપમાં જંબૂસ્વામીને ગાયસઅે- શ્રદ્ધા–તત્ત્વ જાણવાની ઇચ્છા થઈ, ગાયસંતર્– તેમને સંશયજિજ્ઞાસા થઈ કે ભગવાન મહાવીર સ્વામીએ જેવી રીતે પાંચમા અંગનો અર્થ કહ્યો છે, તેવી રીતે છઠ્ઠા અંગનો શો અર્થ કહ્યો હશે ? ગાયોત્તે–તેમને કુતૂહલ થયું કે પ્રભુએ પાંચમા અંગમાં સમસ્ત પદાર્થોના સ્વરૂપનું કથન કર્યું છે, તો હવે છઠ્ઠા અંગમાં શું કહેશે ?
જંબૂસ્વામીની જિજ્ઞાસા પ્રગટ કરવાની રીતના માધ્યમથી શાસ્ત્રકારે પ્રત્યેક વિનીત શિષ્યને ગુરુ સમક્ષ પોતાના મનોભાવને પ્રગટ કરવાની પદ્ધતિની શિક્ષા આપી છે.