________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યાગ આદિ પ્રવૃત્તિરૂપ કરણ સિત્તેરી અને સંયમાચારરૂપ ચરણ સિત્તેરીથી યુક્ત હોવાથી કરણ-ચરણ પ્રધાન હતા, ઇન્દ્રિય અને મનને વિષયમાં જતાં રોકતા હોવાથી નિગ્રહ પ્રધાન હતા, જીવાદિ તત્ત્વોના નિર્ણયમાં અને અભિગ્રહાદિના પાલનમાં દઢ સંકલ્પવાળા હોવાથી નિશ્ચય પ્રધાન હતા; માયા-કપટ રહિત હોવાથી આર્જવપ્રધાન, અભિમાનથી રહિત હોવાથી માર્દવપ્રધાન, અલ્પ ઉપધિ તથા ગર્વથી રહિત હોવાથી લાઘવપ્રધાન, ક્ષમાશીલ હોવાથી ક્ષમાપ્રધાન, મન, વચન અને કાયાને ગોપવતા હોવાથી ગુપ્તિપ્રધાન, નિર્લોભી હોવાથી મુક્તિપ્રધાન, ગૌરી વગેરે દેવી અધિષ્ઠિત વિદ્યાઓ તેમને સિદ્ધ હોવાથી વિદ્યાપ્રધાન અને દેવ અધિષ્ઠિત મંત્રો સિદ્ધ હોવાથી મંત્રપ્રધાન, બ્રહ્મરૂપ આત્મભાવમાં સ્થિત હોવાથી બ્રહ્મપ્રધાન, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા હોવાથી વેદપ્રધાન, નૈગમાદિ નયોના જ્ઞાતા હોવાથી નયપ્રધાન, અનેક નિયમોના ધારક હોવાથી નિયમપ્રધાન, યથાતથ્યરૂપે સત્ય તત્ત્વોના પ્રતિપાદક હોવાથી સત્યપ્રધાન, અંતઃકરણ શુદ્ધ હોવાથી શૌચપ્રધાન અને જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રધાન હતા. તેઓ પ્રકૃતિ અને આચરણમાં શ્રેષ્ઠ હોવાથી ઉદાર હતા. પરીષહ તથા ઇન્દ્રિયાદિ પર વિજય પ્રાપ્ત કરવામાં કઠોર હોવાથી ઘોર, મહાવ્રતોના પાલનમાં દૃઢ હોવાથી ઘોરવ્રતી, વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત તપસ્યા કરતા હોવાથી ઘોર તપસ્વી, નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ઘોર બ્રહ્મચારી, બ્રહ્મ–આત્મભાવમાં જ નિવાસ કરતા હોવાથી બ્રહ્મચર્યવાસી અને શરીર સંસ્કારના ત્યાગી હોવાથી ઉત્ક્ષિપ્ત શરીરી હતા. તેઓએ વિપુલ તેજોલબ્ધિને સંક્ષિપ્ત કરી હતી એટલે શરીરમાં જ અંતર્લીન કરી હતી. ચૌદપૂર્વના જ્ઞાતા, ચતુર્લાન સંપન્ન તેઓ પાંચસો સાધુઓથી યુક્ત સુખપૂર્વક અનુક્રમે ગામે-ગામ વિચરણ કરતાં-કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા, પધારીને સ્થાન અને સંસ્તારકની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
૪
३ तए णं चंपाए णयरीए परिसा णिग्गया । कोणिओ णिग्गओ । धम्मो कहिओ । परिसा जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ:- ત્યારપછી ચંપાનગરીમાંથી જનસમૂહ તથા કોણિક રાજા ભગવાનને વંદન કરવા માટે નીકળ્યા. સુધર્માસ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનસમૂહ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો.
જંબુસ્વામીની જિજ્ઞાસા ઃ
४ ते काले ते समणं अज्जसुहम्मस्स अणगारस्स जेट्ठे अंतेवासी अज्जजंबूणामं अणगारे कासवगोत्तेणं सत्तुस्सेहे जाव अज्जसुहम्मस्स थेरस्स अदूरसामंते उड्डुंजाणू अहोसिरे झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે આર્ય સુધર્મા અણગારના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ નામના અણગાર હતા, જે કાશ્યપ ગોત્રના અને સાત હાથ ઊંચા શરીરવાળા યાવત્ આર્ય સુધર્મા સ્થવિરથી ન અતિ દૂર, ન અતિ નજીક, બંને ઘૂંટણોને ઊભા રાખી, મસ્તકને નમાવી, ઘ્યાન કોષ્ઠકમાં સ્થિત(ધર્મધ્યાનમાં લીન) થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
५ तए णं से अज्जजंबूणामे अणगारे जायसड्डे, जायसंसए, जायकोउहल्ले; संजातसड्डे, संजातसंसए, संजातकोउहल्ले, उप्पण्णसड्ढे, उप्पण्णसंसए, उप्पण्णकोउहल्ले; समुप्पण्णसड्ढे,