________________
[
૨
]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આવી, તે સમયે તેના દિલમાં સમગ્ર પ્રાણીઓ પ્રત્યે અનુકંપાનો ભાવ જાગૃત થયો. તેણે ઊંચે ઉઠાવેલા પગને અધર જ રહેવા દીધો. ભારે વજનદાર શરીર, ત્રણ પગ પર સંતુલન જાળવવું મુશ્કેલ હતું, છતાં પરહિત અને પરના સુખ માટે નિજના સ્વાર્થનો ત્યાગ કર્યો અને સસલાની દયા માટે ભયંકર કષ્ટ વેઠયું. આ પ્રશસ્ત અનુકંપાના પરિણામે મેરુપ્રભનો સંસાર અલ્પ થયો; અનંત જન્મ-મરણનું ચક્ર અતિ સીમિત થઈ ગયું.
અઢી દિવસે દાવાનળ શાંત થયો. પ્રાણીઓ માંડલામાંથી બહાર નીકળવા લાગ્યા. સસલું પણ ત્યાંથી ચાલ્યું ગયું. ત્યારે મેરુપ્રત્યે પોતાનો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો પરંતુ પગ જકડાઈ ગયો હોવાથી તે ધડામ કરતો નીચે પડી ગયો. સો વર્ષની વૃદ્ધ કાયાવાળો તે મેરુપ્રભ હાથી ત્રણ દિવસ સુધી ભૂખ-તરસની અસહ્ય પીડા અને વેદના સહન કરતો મૃત્યુ પામ્યો.
મેઘકમારનો ભવ- તે મેરુપ્રભ હાથીનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. માતાએ આકાશમાંથી ઊતરતા અને પોતાના મુખમાં પ્રવેશતા હાથીનું સ્વપ્ન જોયું. ગર્ભસ્થ બાળકના પ્રભાવે માતાને અકાળે પંચરંગી મેઘ સમૂહ દ્વારા થતી વર્ષોમાં વનક્રીડા કરવાનો દોહદ ઉત્પન્ન થયો. શ્રેણિક રાજાના જ્યેષ્ઠ પુત્ર અને મંત્રી એવા અભયકુમારે દેવારાધના દ્વારા માતાના દોહદની પૂર્તિ કરાવી. યથા સમયે બાળકનો જન્મ થયો અને તેનું મેઘકુમાર નામ રાખવામાં આવ્યું.
કલાચાર્યો પાસે રહી તેણે ૭૨ કળાઓનો અભ્યાસ કર્યો. માતા-પિતાએ યુવાન થયેલા મેઘકુમારના આઠ કન્યાઓ સાથે લગ્ન કરાવ્યા. હવે મેઘકુમાર રાજસી ભોગ ભોગવતો રહેવા લાગ્યો.
એકદા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહનગરમાં પધાર્યા. બધાની સાથે મેઘકુમાર પણ ભગવાનની દેશનામાં ગયો. ભગવાનની દેશના સાંભળતાં જ મેઘનો આત્મા જાગૃત થઈ ગયો અને માતા-પિતાની આજ્ઞા મેળવી મેઘે દીક્ષા અંગીકાર કરી.
- દીક્ષાની પહેલી રાત્રે, સૂવા માટે નાના-મોટાના ક્રમથી પથારી કરતાં, મેઘમુનિની પથારી દરવાજા પાસે થઈ. રાત્રે સ્વાધ્યાયાદિના નિમિત્તે ત્યાંથી અન્ય મુનિઓનું આવાગમન થતું રહ્યું. આવતા-જતાં મુનિઓના ચરણ સ્પર્શથી મેઘમુનિ સૂઈ ન શક્યા. ફૂલની શય્યા ઉપર પોઢનારા મેઘમુનિની રાત અતિ કષ્ટમાં પસાર થઈ. રાત્રે જ મેઘમુનિએ પ્રભુની આજ્ઞા લઈ રાજમહેલમાં પાછા જવાનો વિચાર કરી લીધો અને સવારે અનુમતિ લેવા પ્રભુ પાસે પહોંચી ગયા.
ઘટ-ઘટના અંતર્યામી પ્રભુએ રાતની ઘટના અને મેઘ મુનિના અલિત થયેલા મનોગત ભાવોને જાણી લીધા. પ્રભુએ મેઘમુનિ સામે પૂર્વે હાથીના ભવોમાં સહન કરેલી અપાર વેદનાનું વર્ણન કર્યું. પ્રભુ મુખે પોતાનો પૂર્વભવ સાંભળતા મેઘમુનિને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા મેઘમુનિએ પૂર્વભવની સહનશીલતાને નીહાળી. મેઘમુનિ સંયમમાં પૂર્ણતયા સ્થિર થઈ ગયા. સંયમ તપનું આચરણ કરતા તેઓએ ભિક્ષુની બાર પ્રતિમાઓ, ગુણસંવત્સર તપ અને સંલેખના દ્વારા શરીર અને કષાયને કુશ કરી, એક માસના અનશન દ્વારા દેહનો ત્યાગ કર્યો.
વર્તમાન ભવ–મેઘમુનિના ભવ પશ્ચાતુ વર્તમાનમાં તેઓ વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. આગામી ભવ–મેઘદેવતે ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ ધારણ કરી, મોક્ષગતિને પ્રાપ્ત કરશે.