________________
અધ્ય.-૧: અધ્યયન સાર
પહેલું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક ક
ક ક ક ક ક ક હક
આ અધ્યયનનું નામ નિહર ઉક્લિપ્ત છે. તેમાં શ્રેણિક રાજાના સુપુત્ર મેઘકુમારનું જીવન અંકિત કરાયું છે. અહીં તેના ભવોમાંથી પૂર્વભવની એક મહત્ત્વપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ છે.
“ઉસ્લિપ્ત એટલે ઊંચું કરવું, ઊંચે ફેંકવું. પારારે, પાછુપાઇ..નો ચેવળfહત્તા આ પાઠ અનુસાર મેઘકુમારના જીવે મેરુપ્રભ હાથીના ભવમાં શરીર ખંજવાળવા પગ ઊંચો કર્યો અને તે જગ્યામાં બેસી ગયેલા સસલાની અનુકંપાથી પગને પાછો નીચે નમૂક્યો. તે ઘટનામાં આવેલા પાપ હરે આ શબ્દને અનુલક્ષીને આ અધ્યયનનું નામ ઉસ્લિપ્ત-વિહરએ લક્ષણયુક્ત છે.
ઉત્સિત શબ્દનો અર્થ ઊંચક મન પણ થાય છે. મેઘમુનિ સંયમ ભાવમાં ઊંચક મનવાળા બની ગયા હતા અર્થાત્ તેમનું ચિત્ત સંયમ ભાવથી ઉખડી ગયું હતું, ચલિત થઈ ગયું હતું. ભગવાન મહાવીરે મેઘમુનિને પૂર્વભવનું સ્મરણ કરાવીને પુનઃ સંયમમાં સ્થાપિત કર્યા. ચિત્ત ઉક્લિપ્તતાના ભાવોના આધારે આ અધ્યયનનું ‘ઉન્સિંખ' એવું નામ સાર્થક થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં મેઘકુમારના ત્રણ ભવનું વર્ણન છે અને બે ભાવિ ભવોનો ઉલ્લેખ છે.
સુમેરુપ્રભ હાથીનો ભવ–મેઘકુમારનો જીવ પૂર્વના ત્રીજા ભવમાં શ્વેતવર્ણી, સુમેરુપ્રભ નામનો હાથી હતો. એકવાર જંગલમાં દાવાનળ ફેલાયો પ્રાણની રક્ષા માટે જીવો દોડાદોડ કરવા લાગ્યા. ભૂખ્યોતરસ્યો તે હાથી પાણી પીવાના વિચારથી કાદવવાળા તળાવમાં ઊતર્યો અને કીચડમાં ફસાઈ ગયો. તે સમયે એક યુવાન હાથી ત્યાં આવી ચડ્યો અને પૂર્વ વૈરથી પ્રેરાઈને તેના ઉપર દંતશૂળથી પ્રહાર કરવા લાગ્યો. જીવલેણ પ્રહાર કરીને તે ચાલ્યો ગયો. તે પ્રહારના કારણે તેને અત્યંત વેદના થવા લાગી. સાત દિવસ-રાત્રિ સુધી વેદનાને સહન કરતાં-કરતાં તેણે આયુષ્ય પૂર્ણ કર્યું.
મેપ્રભ હાથીનો ભવ– સુમેરુપ્રભ હાથીનો જીવ બીજા ભવમાં રક્તવર્ણી મેરુપ્રભ નામનો હાથી થયો. સંયોગવશ ફરીથી જંગલમાં દાવાગ્નિ પ્રગટ્યો. આખું જંગલ ભડભડ બળવા લાગ્યું. આ સમયના દાવાનળને જોતાં “આવું કાંઈક મેં જોયું છે” તેવો મેરુપ્રભ હાથીના અંતરમાં ઉહાપોહ થવા લાગ્યો અને તે ઉહાપોહના પરિણામે તેને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણજ્ઞાનથી તેને પૂર્વભવના દાવાનળ નું સ્મરણ થયું, યથા સમયે તે દાવાનળ શાંત થયો. વારંવાર ઉત્પન્ન થતી આ વિપદાથી છૂટકારો મેળવવા તેમણે વિશાળ ક્ષેત્રમાંથી ઝાડ, ઘાસ, પાંદડા વગેરે દૂર કરી સ્વચ્છ મેદાન(માંડલું) તૈયાર કર્યું.
ઘણા સમય પછી ગ્રીષ્મ ઋતુમાં તે જંગલમાં પુનઃ દાવાનળનો પ્રકોપ થયો. આ સમયે તો સુરક્ષિત સ્થાન તૈયાર જ હતું. મેરુપ્રભ ભાગીને તે માંડલા પાસે આવ્યો. જંગલના બધાં જનાવરો માંડલાના આશ્રયે આવી ગયા હતાં. જાતિવૈર ભૂલીને બધાં પશુ-પક્ષીઓ એક સાથે બેઠા હતા. મેરુપ્રભ પણ પોતાની જગ્યા કરી ત્યાં ઊભો રહી ગયો.
અચાનક મેરુપ્રભના શરીરે ખંજવાળ ઉપડી અને શરીર ખંજવાળવા તેણે પગ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો થયો કે, માંડલામાં આવેલા ધક્કામુક્કી કરતાં પ્રાણીઓના ધક્કાથી એક સસલું તે ખાલી જગ્યામાં ગોઠવાઈ ગયું. મેરુપ્રભ પગ નીચે મૂકવા ગયો, ત્યારે નીચે સસલાને જોયું. તેને સસલા ઉપર અનુકંપા