________________
વિસ્તૃત વર્ણન સમવાયાંગ સૂત્રમાં અને સંક્ષિપ્ત વર્ણન નંદી સૂત્રમાં આવે છે. તે વર્ણનનો સાર આ પ્રમાણે છે
જેઓ વિષય સુખમાં મૂછિત છે અને સંયમમાં કાયર છે તેમજ વિવિધ પ્રકારના સદ્ગુણોથી રહિત, એવા સંસારી જીવો કેવા દુઃખી થાય છે તથા સંયમમાં સ્થિર આત્માઓ કેવા સુખી થાય છે, તેનું વર્ણન વિવિધ દષ્ટાંતો આદિદ્વારા જ્ઞાતાધર્મકથા સૂત્રમાંઓગણીસ અને દસ = ઓગણત્રીસ અધ્યયનો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આભાર દર્શન:
આગમનું ગુજરાતી અનુવાદ કરવાની વિચારણા માટે નિમિત્ત બન્યું છે– સૌરાષ્ટ્ર કેસરી પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સાહેબનું જન્મ શતાબ્દી વર્ષ. અમારા ગુરુ ભગિની ઉત્સાહવંત સ્વ. પૂ. ઉષાબાઈસ્વામીને વિચાર ફૂર્યો કે પૂ. ગુરુદેવના ઋણથી ઉઋણ થવા માટે આગમ બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરીએ. શુભમુહૂર્તે છૂરેલી આ ભાવના ગુ–ગુક્ષ્મીના શુભ આશિષ અને કૃપાદૃષ્ટિથી સાકાર રૂપે પરિણમી.
સાધ્વીછંદમાં આગમ અનુવાદની ફાળવણીમાં મારા સદ્ભાગ્યે પૂ. ગુણીમૈયા ભાવયોગિની બા.બ્ર. લીલમબાઈ સ્વામીએ જે આગમનો સૂત્ર, અર્થ, ભાવાર્થરૂપે મને અભ્યાસ કરાવ્યો હતો, તે જ આગમ મને સોંપીને મારા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે.
પૂ.તપસમ્રાટ ગુરુદેવશ્રીએ પરમકૃપા કરી અમોને સંસારના કીચડમાંથી બહાર કાઢી સંયમ માર્ગમાં સ્થાપિત કર્યા અને શ્રમણી વિદ્યાપીઠમાં જ્ઞાનાભ્યાસ કરાવ્યો. શ્રમણી વિદ્યાપીઠ તરફથી આગમ અનુવાદ કરવાના કાર્યમાં શ્રી સમવાયાંગ સૂત્રનો ગુજરાતી અનુવાદ કરવાનો લાભ મને પ્રાપ્ત થયો હતો.
વિશાળ પરિવાર ધારક ગુણીમૈયા (સંસારપક્ષે વડિલ ભગિની) પૂજ્યવરા શ્રી મુક્તાબાઈ સ્વામી તથા ભાવયોગિની ગુણીમૈયા બા.બ્ર. પૂ. લીલમબાઈ સ્વામીનો મહાન ઉપકાર કે જેઓ અમારી સારસાવરણા કરી સંયમ માર્ગમાં દઢ બનવા નિશદિન પ્રેરણા તેમજ જ્ઞાન-ધ્યાનમાં અભિવૃદ્ધિ કરાવી રહ્યા છે.
ગુજરાત કેસરી મધુર વ્યાખ્યાની પૂ. ગિરીશમુનિ મ.સા.નો આભાર કે તે આગમમનીષી ત્રિલોકમુનિજીને રોયલપાર્કના સામૂહિક ચાતુર્માસમાં બધાને આગમ વાંચણી માટે વિનંતી કરીને લઈ આવ્યા હતા. આગમમનીષી પૂ. ત્રિલોકમુનિજીનો આગમ અનુવાદમાં યોગ્ય સલાહ સૂચન તેમજ સંશોધનમાં ખૂબ જ સાથ સહકાર છે, તેઓશ્રીનો મહાન ઉપકાર છે.
50