________________
આગમના ગુજરાતી અનુવાદમાં મધુકરમુનિ મ.સા. તથા પૂ. ઘાસીલાલજી મ.સા. પૂ. અમોલખ ઋષિના આગમનો આધાર લઈને અનુવાદ કરેલ છે, તેથી તે ગુરુ ભગવંતોનો આભાર માનું છું.
વિશેષ આભાર તો અનુવાદ કાર્ય કર્યા પછી તેને વ્યવસ્થિત કરવું, તેમાં ભૂલ, ભાષા દોષને દૂર કરવાનો તેમજ પ્રુફ રીડીંગ તથા આગમ સંપાદનનું કાર્ય ઘણું જ કઠિન છે. તે કઠિન કાર્યમાં પૂ. ત્રિલોકમુનિજી, ગુણીમૈયા પૂ. સાહેબજી તથા ગુરુભગિની આરતીબાઈ સ્વામી તથા સુબોધિકાબાઈ સ્વામી સંપાદન કાર્યમાં ઓતપ્રોત છે તેમનો આભાર.
આગમ ગુજરાતી અનુવાદ કાર્ય કોઈના સાથ સહકાર વિના થઈ શકે નહીં તેથી સહવર્તી સાધ્વી ડોલર, સાધ્વી પૂર્ણ અને સાધ્વી પૂર્વીનો પણ આભાર માનું છું.
જ્ઞાતાધર્મકથા સૂત્રના શ્રુતાધાર બનેલા મોટાણી પરિવાર તથા નવીનભાઈ શાહ (ઓમાનવાળા) પરિવારને ધન્યવાદ છે.
આગમ અનુવાદ કાર્યમાં ગુરુ પ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, મુકુંદભાઈ પારેખ, શ્રી મણીભાઈ શાહ, શ્રી જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબેન પારેખ, ધીરુભાઈ વગેરે જેનો જેનો સાથ સહકાર છે તે સર્વનો પણ હું આ તકે આભાર માનું છું.
ગુરુકૃપા પાત્રી સાધ્વી સુમન...
51