________________
રીતે પ્રથમ શ્રુતસ્કંધને જ્ઞાત અને બીજા શ્રુતસ્કંધને ધર્મકથારૂપે પ્રગટ કરેલ છે, પરંતુ આ વર્ગીકરણ એકાંતે ન સમજવું. કારણ કે પ્રથમ શ્રુતસ્કંધના કોઈ-કોઈ જ્ઞાત–ઉદાહરણરૂપ અધ્યયનો ધર્મકથારૂપ પણ છે.
સૂત્રકારે પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોના બોધને પ્રાયઃ સૂત્ર દ્વારા રજૂ કરેલ છે અને તેથી જ વૃત્તિકારે પ્રથમ શ્રુતસ્કંધને જ્ઞાત રૂપ કહ્યો છે. કથા પરિમાણ :- શ્રી સમવાયાંગ સૂત્ર અને નંદી સૂત્રમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રનો પરિચય આપ્યો છે. તેમાં ધર્મકથાના દસ વર્ગની એક-એક ધર્મકથામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકાઓ, પ્રત્યેક આખ્યાયિકાઓમાં ૫૦૦-૫૦૦ ઉપ-આખ્યાયિકાઓ અને તેમાં પણ ૫૦૦-૫૦૦ આખ્યાયિકોપખ્યાયિકા હોવાનું કથન છે અને તે બધી કથાઓ મળીને સાડા ત્રણ કરોડ કથાઓ જ્ઞાતા સૂત્રના બીજા ક્રુસ્કંધમાં હોવાનો ઉલ્લેખ છે. વર્તમાનમાં તેટલી કથાઓ ઉપલબ્ધ નથી.
વર્તમાનમાં બંને શ્રુતસ્કંધોની કુલ મળીને ૧૯૨૦૬ = ૨૨૫ કથાઓ છે.
મેઘકુમારના પ્રથમ અધ્યયનમાં પૂર્વના બંને ભવની અવાંતર કથાઓ છે. ધન્ય સાર્થવાહના બીજા અધ્યયનમાં વિજયચોરની અવાંતર કથા જોવા મળે છે. આઠમાં મલ્લી અધ્યયનમાં છ રાજાઓની અવાંતર કથાઓ અને તેમાં પણ કૂપમંડૂકની ઉપઅવાંતર કથા દષ્ટિગોચર થાય છે. આ અવાંતર- ઉપઅવાંતર કથાના આધારે આખ્યાયિકા-ઉપઆખ્યાયિકા વગેરેનું સ્વરૂપ સમજી શકાય છે. પદ પરિમાણ :– શ્રી સમવાયાંગ સૂત્ર અને શ્રી નંદી સૂત્રમાં, જ્ઞાતાધર્મકથા સૂત્રના સંખ્યાત હજારો પદો અને અક્ષરો હોવાનો ઉલ્લેખ છે. આ પદ સંખ્યા ઉપસર્ગ, નિપાત, નામ, આખ્યાત અને મિશ્રપદ વગેરેની અપેક્ષાએ પાંચ લાખ, છોંતેર હજાર (૫,૭૬000) પદ જ્ઞાતાધર્મકથા સૂત્રમાં છે. પ્રાચીન આચાર્યોએ ઉપલબ્ધ જ્ઞાતાધર્મકથા સૂત્રનું પરિમાણ પ૫૦૦ શ્લોક પ્રમાણ સ્વીકાર્યું છે. ભાષાશૈલી - આ સૂત્રની રચના મુખ્યતયા ગદ્યશૈલીમાં છે. વચ્ચે-વચ્ચે કોઈક કોઈક સ્થળે પધાંશ પણ જોવા મળે છે. અનેક સ્થળે અલંકારિક ભાષાના પ્રયોગો પણ છે અને તે કમનીય કાવ્યોનો રસાસ્વાદ કરાવે છે. આઠમા મલ્લી અધ્યયનમાં નૌકા-જહાજના ડૂબવા-ઉછળવવાનું વર્ણન મનમોહક ઉપમા અને ઉભેક્ષા અલંકારયુક્ત છે. માર્કદીય અધ્યયનમાં ઋતુનું વર્ણન, છ ગીતિ છંદના શ્લોક દ્વારા રૂપક અલંકારથી કાવ્યાત્મક સ્વરૂપે કરવામાં આવ્યું છે. વિષય વસ્તુ – જ્ઞાતાધર્મકથા સૂત્રમાં શું શું આવે છે? તેનું વિષય વસ્તુ શું છે? તેનું
49