________________
| બીજો શ્રુતસ્કંધ ઃ છઠ્ઠો વર્ગ(અ-૧ થી ૩૨)
૪૮૯
છકો વર્ગ અધ્યયન - ૧ થી ૩૬
ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ :| १ छटो वि वग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालाईणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ। पुव्वभवे सागेयणयरे, उत्तरकुरू उज्जाणे, माया-पिया-धूया सरिसणामया। सेसं तं चेव । ભાવાર્થ:- છઠ્ઠો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન છે. વિશેષતા એ છે કે આ સર્વ દેવીઓ મહાકાલ આદિ ઉત્તર દિશાના આઠ ઇન્દ્રોની બત્રીસ અગ્રમહિષીઓ છે.
તે બધી દેવીઓ પૂર્વભવમાં સાકેત નગરમાં હતી. ઉત્તરકુરુ નામના ઉધાનમાં પાર્થ અરિહંત પાસે દીક્ષિત થઈ હતી. માતા, પિતા અને પુત્રીઓ બધા એક સરખા નામવાળા હતા. શેષ સર્વ વર્ણન કાલી દેવીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત વર્ગમાં સંક્ષિપ્તતાના કારણે ઉત્તર દિશાના વ્યંતરેંદ્રોની બત્રીસ અગ્રમહિષીઓના નામ ઉપલબ્ધ નથી. પાંચમા વર્ગમાં પણ દક્ષિણ દિશાના વ્યંતરેંદ્રોની બત્રીસ દેવીઓના નામ છે. એક-એક ઇન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે? તે સંખ્યાનું સ્પષ્ટીકરણ પણ અહીં સંક્ષિપ્ત પાઠમાં ઉપલબ્ધ નથી. અન્ય આગમ વર્ણનના આધારે દક્ષિણ દિશાના આઠ વ્યંતરેંદ્રની ચાર-ચાર અગ્રમહિષીઓ સમજવી. આ રીતે પાંચમા, છઠ્ઠા વર્ગમાં ૩ર-૩ર દેવીઓના ૩ર-૩ર અધ્યયન થાય છે. ૬૪ ઇન્દ્રોની સંખ્યામાં વ્યંતરેદ્રોની સંખ્યા બત્રીસ ગણવામાં આવી છે. પરંતુ અહીં મુખ્યતાની અપેક્ષાએ(આઠ + આઠ) સોળ ઇન્દ્રોની ૩ર + ૩ર = ૬૪ અગ્રમહિષીઓનું કથન છે.
'a અધ્યયન ૧ થી ૩ર સંપૂર્ણ
.
| છકો વર્ગ સંપૂર્ણ