________________
૪૯૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સાતમો વર્ગ અધ્યયન - ૧ થી ૪
“સૂર્યપ્રભા' આદિ ચાર અગમહિષીઓ - | १ सत्तमस्स वग्गस्स उक्खेवओ । एवं खलु जंबू ! जावचत्तारि अज्झयणा पण्णत्ता, तंजहा- सूरप्पभा, आयवा, अच्चिमाली, पभंकरा । ભાવાર્થ:- સાતમા વર્ગનું પ્રારંભિક કથન કરવું અર્થાતુ જંબુસ્વામીએ સાતમા વર્ગના વિષય સંબંધી પ્રશ્ન પૂછયો. ઉત્તરમાં સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા વર્ગના ચાર અધ્યયન કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) સૂર્યપ્રભા (૨) આતપા (૩) અચિમાલી અને (૪) પ્રશંકરા. | २ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ। ભાવાર્થ - અહીં પ્રથમ અધ્યયનનું પ્રારંભિક કથન કરવું અર્થાત્ જંબૂસ્વામીએ પૂર્વવત્ પ્રશ્ન કર્યો.
સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહમાં ભગવાન પધાર્યા થાવત્ પરિષદ તેની ઉપાસના કરવા લાગી. | ३ | तेणं कालेणं तेणं समएणं सूरप्पभा देवी, सूरंसि विमाणंसि,सूरप्पभंसिसीहासणंसि। सेसंजहा कालीए तहा,णवरंपव्वभवो अरंक्खरीएणयरीए,सरप्पभस्सगाहावइस्स,सरसिरीए भारियाए, सूरप्पभा दारिया । सूरस्स अग्गमहिसी, ठिई अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं । सेसं जहा कालीए । एवं सेसाओ वि सव्वओ अरंक्खुरीए णयरीए । ભાવાર્થ - તે કાલે અને તે સમયે સૂર્યપ્રભાદેવી, સૂર્ય વિમાનમાં સૂર્યપ્રભ સિંહાસન પર બેઠી હતી. શેષ સમગ્ર કથાનક કાલીદેવીની સમાન જાણવું. વિશેષતા એટલી છે કે પૂર્વભવમાં તે અરંક્ષરી નગરીમાં સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામની ભાર્યાની સૂર્યપ્રભા નામની પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષા ગ્રહણ કરી અને મૃત્યુ પછી તે સૂર્ય નામના જ્યોતિષ્ઠ–ઇન્દ્રની અગ્રમહિષી થઈ. ત્યાં તેની પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની સ્થિતિ છે. શેષ સર્વવૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. શેષ ત્રણ દેવીઓ પણ પૂર્વભવમાં અરંક્ષરી નગરીમાં ઉત્પન્ન થઈ હતી.આ વર્ગમાં ઉદ્યાનનું નામ પ્રાપ્ત થતું નથી..
અધ્યયન-૧ થી ૪ સંપૂર્ણ છે
| સાતમો વર્ગ સંપૂર્ણ છે
!