________________
[૪૮૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
| ३ तेणं कालेणं तेणं समएणं कमला देवी, कमलाए रायहाणीए, कमलवडेंसए भवणे, कमलंसि सीहासणंसि । सेसंजहा कालीए तहेव, णवरं-पुव्वभवे णागपुरेणयरे, सहसंबवणे उज्जाणे, कमलस्स गाहावइस्स कमलसिरीए भारियाए, कमला दारिया पासस्स अरहओ अंतिए णिक्खंता । कालस्स पिसायकुमारिंदस्स अग्गमहिसी, अद्धपलिओवमं ठिई। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કમલાદેવી કમલા રાજધાનીમાં, કમલાવર્તસક ભવનમાં, કમલ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ સમસ્ત વર્ણન કાલીદેવીની સમાન જાણવું. વિશેષતા એ છે કે– પૂર્વભવમાં તે કમલાદેવી નાગપુર નગરમાં હતી. ત્યાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. તે નાગપુર નગરમાં કમલ ગાથાપતિ, તેમની કમલશ્રી નામની પત્ની અને કમલા નામની પુત્રી રહેતાં હતાં. પાર્શ્વનાથ અરિહંતની પાસે કમલાએ દીક્ષા લીધી હતી. શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણવો યાવત્ તે કાલ નામના પિશાચેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. તેનું આયુષ્ય ત્યાં અર્ધપલ્યોપમનું છે | ४ एवं सेसा वि अज्झयणा दाहिणिल्लाणं वाणमंतरिंदाणं भाणियव्वाओ। सव्वाओ णागपुरे सहसंबवणे उज्जाणे, माया-पिया धूया सरिसणामया, ठिई अद्धपलिओवमं । ભાવાર્થ:- તે જ રીતે શેષ એકત્રીસ અધ્યયન દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોની અગ્રમહિષીઓના જાણવા.કમલપ્રભા આદિ શેષ ૩૧ કન્યાઓએ પણ પૂર્વભવમાં નાગપુરમાં જન્મ લીધો હતો. ત્યાં સહસામ્રવન ઉદ્યાનમાં પાર્શ્વનાથ અરિહંત પાસે પ્રવ્રજિત થઈ હતી. બધાના માતા-પિતાના નામ, કન્યાઓના નામની સમાન જ છે. આ સર્વ દેવીઓની સ્થિતિ અર્ધા-અર્ધા પલ્યોપમની જાણવી.
' અધ્યયન ૧ થી ૩ર સંપૂર્ણ .
I ! પાંચમો વર્ગ સંપૂર્ણ છે
!