________________
બીજો શ્રુતસ્કંધ: પાચમો વર્ગ(અ-૧ થી ૭૨)
૪૮૭
પાંચમો વર્ગ અધ્યયન - ૧ થી ૩ર
કમલા' આદિ બત્રીસ અગમહિષીઓ:| १ पंचमवग्गस्स उक्खेवओ । एवं खलु जंबू ! जावबत्तीसं अज्झयणा पण्णत्ता, तंजहा
कमला कमलप्पभा चेव, उप्पला य सुदंसणा । रूववई बहुरूवा, सुरूवा सुभगा वि य ॥१॥ पुण्णा बहुपुण्णिया चेव, उत्तमा तारिया वि य । पउमा वसुमती चेव, कणगा कणगप्पभा ॥२॥ वडेंसा केउमइ चेव, वइरसेणा रइप्पिया । रोहिणी णवमिया चेव, हिरी पुप्फवती वि य ॥३॥ भुयगा भुयगवई चेव, महाकच्छा फुडा इय ।
सुघोसा विमला चेव, सुस्सरा य सरस्सई ॥४॥ ભાવાર્થ - પાંચમા વર્ગનો ઉપોદ્યાત પૂર્વવત્ કહેવો જોઈએ અર્થાત્ જંબૂસ્વામીએ પ્રશ્ન કર્યો. સુધર્મા સ્વામીએ ઉત્તર આપ્યો- હે જંબુ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહ્યા છે. તેના નામ આ છે– (૧) કમલાદેવી (૨) કમલપ્રભાદેવી (૩) ઉત્પલા (૪) સુદર્શના (૫) રૂપવતી(૬) બહુરૂપા (૭) સુરૂપા (૮) સુભગા (૯) પૂર્ણા (૧૦) બહુપૂર્ણા (૧૧) ઉત્તમ (૧૨) તારિકા (૧૩) પદ્મા (૧૪) વસુમતિ (૧૫) કનકા (૧૬) કનક પ્રભા (૧૭) અવતંસા (૧૮) કેતુમતી (૧૯) વજસેના(અપરનામ રતિસેના) (૨૦) રતિપ્રિયા (ર૧) રોહિણી (રર) નવમિકા (૨૩) હી (૨૪) પુષ્પવતી (૨૫) ભુજંગા (૨૬) ભુજંગવતી (૨૭) મહાકચ્છા (૨૮) ફેટા(અપરનામ અપરાજિતા) (૨૯) સુઘોષા (૩૦) વિમલા (૩૧) સુસ્વરા (૩૨) સરસ્વતી. આ બત્રીસ દેવીઓના નામવાળા બત્રીસ અધ્યયનો પાંચમા વર્ગના છે. | २ उक्खेवओ पढमज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો જોઈએ અર્થાત્ જંબુસ્વામીએ પ્રથમ અધ્યયનના વિષય માટે પ્રશ્ન પૂછયો.
ત્યારે સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો-હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગર હતું. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા યાવતુ પરિષદ નીકળીને ભગવાનની પર્યાપાસના કરવા લાગી.