________________
| બીજો શ્રુતસ્કંધ ઃ ત્રીજો વર્ગ(અ–૧ થી ૫૪).
Fથા પ૪)
[ ૪૮૩ ]
ત્રીજો વર્ગ
અધ્યયન - ૧ થી ૫૪
અલાદિ ચોપન અગમહિષીઓ - | १ उक्खेवओ तइयवग्गस्स । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तइअस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, तंजहा-पढमे अज्झयणे जाव चउप्पण्णइमे अज्झयणे । ભાવાર્થઃ- ત્રીજા વર્ગનો ઉપોદ્દાત કહેવો જોઈએ. હે જંબૂ! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– પ્રથમ અધ્યયન યાવતુ ચોપનમું અધ્યયન. પ્રથમ અધ્યયન :| २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं तइयस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- (પ્રશ્ન)- હે ભગવન્! જો સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથાના ત્રીજા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सामी समोसढे, परिसा णिग्गया जावपज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं अला देवी धरणाए रायहाणीए अलावतंसए भवणे अलंसि सीहासणंसि, एवं कालीगमएणं जाव णट्टविहिं उवदंसेत्ता पडिगया। ભાવાર્થ - (ઉત્તર) હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શન કરવા આવી અને ભગવાનની ઉપાસના કરવા લાગી. તે કાલે અને તે સમયે અલાદેવી ધરણા નામની રાજધાનીમાં અલાવતંસક ભવનમાં અલા નામના સિંહાસન પર બેઠી હતી. કાલી દેવીની સમાન તેણી ભગવાનને અવધિજ્ઞાનથી જોઈને વંદન કરવા આવી યાવત નાટ્યવિધિ બતાવીને પાછી ફરી. | ४ पुव्वभवपुच्छा । वाराणसीएणयरीए काममहावणे चेइए, अले गाहावई, अलसिरी भारिया, अला दारिया । सेसं जहा कालीए, णवरं-धरणस्स अग्गमहिसित्ताए उववाओ, साइरेगं अद्धपलिओवमं ठिई । सेसं तहेव । णिक्खेवओ पढमज्झयणस्स । ભાવાર્થ - અલાદેવીના ગયા પછી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. ભગવાને ઉત્તર આપ્યોવારાણસી નગરીમાં કામમહાવન નામનું ઉધાન હતું. તે નગરમાં અલ નામનો ગાથાપતિ, તેમની અલશ્રી