________________
[ ૪૮૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિષયમાં પૃચ્છા કરી. પ્રભુએ ઉત્તર આપ્યો. શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતા. તેમાં શુંભ નામના ગાથાપતિ, તેની શુંભશ્રી નામની પત્ની અને શુંભા નામની પુત્રી નિવાસ કરતા હતા. શેષ સંપૂર્ણ વૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. તેમાં વિશેષતા એ છે કે– શુંબાદેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. |७ एवं खलु णिक्खेवओ अज्झयणस्स । ભાવાર્થ - હે જંબૂ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ છે. તેનો નિક્ષેપ કહેવો જોઈએ. શેષ અધ્યયનો -
८ एवं सेसा विचत्तारि अज्झयणा । सावत्थीए। णवरं-माया पिया धूया सरिसणामया। ભાવાર્થ:- તે જ રીતે શેષ ચાર અધ્યયન પૂર્વવતુ જાણવા. તેમાંનગરીનું નામ શ્રાવસ્તી અને તે-તે અગ્રમહિષી દેવીઓના પૂર્વ ભવની પુત્રીઓના નામની સમાન જ તેમના માતા-પિતાના નામ સમજી લેવા જોઈએ. જેમ કે– નિશુંભા પુત્રીના પિતા નિશુંભ ગાથાપતિ અને માતા નિશુંભશ્રી હતા. તે જ પ્રમાણે સર્વના માતા-પિતા જાણવા.
આ અધ્યયન ૧ થી પ સંપૂર્ણ તા.
બીજો વર્ગ સંપૂર્ણ