________________
બીજી ઋતસ્કંધ: બીજી વર્ગ(અ-૧ થી ૫)
૪૮૧ |
બીજે વર્ગ
અધ્યયન - ૧ થી ૫
શુંભા આદિ પાંચ અગ્રમહિષીઓ:
१ दोच्चस्स वग्गस्स उक्खेवओ। ભાવાર્થ-બીજા વર્ગનો પ્રારંભ જાણવો. | २ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं दोच्चस्स वग्गस्स पंच
ડ્રાય પત્તા, તનહીં- () સુંમા (ર) ળિયુંમાં (૨) મા (૪) રિંમાં () મળTI ભાવાર્થ - હે જંબૂ! શ્રમણ યાવત મુક્તિ પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) શુંભા, (૨) નિશુંભા, (૩) રંભા, (૪) નિરંભા અને (૫) મદના. પ્રથમ અધ્યયન :| ३ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं धम्मकहाणं दोच्चस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, दोच्चस्सणं भंते ! वग्गस्स पढमज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! જો સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે, તો બીજા વર્ગના પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
४ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सामी समोसढे । परिसा णिग्गया जावपज्जुवासइ । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ પધાર્યા. પરિષદ નીકળી અને ભગવાનની ઉપાસના કરવા લાગી.
५ तेणं कालेणं तेणं समएणं सुंभा देवी बलिचंचाए रायहाणीए सुंभवडेंसए भवणे सुंभंसि सीहासणंसि विहरइ । कालीगमएणं जावट्टविहिं उवदंसेत्ता पडिगया । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શુંભા નામની બલીન્દ્રની અગ્રમહિષી દેવી બલિચંચા રાજધાનીમાં શંભાવતુંસક ભવનમાં, શુંભા નામના સિંહાસન પર બેસીને જંબુદ્વીપને જોતી હતી, વગેરે સર્વ વૃત્તાંત કાલી દેવીના અધ્યયન અનુસાર કહેવો જોઈએ યાવતું તે શુંભાદેવી નાટ્ય વિધિ પ્રદર્શિત કરીને પાછી ગઈ. | ६ पुव्वभव पुच्छा । सावत्थी णयरी, कोट्ठए चेइए, जियसत्तू राया, सुंभे गाहावई, सुंभसिरी भारिया, सुंभा दारिया, सेसं जहा कालीए णवरं-अद्भुट्ठाई पलिओवमाई ठिई । ભાવાર્થ – શુંબાદેવી જ્યારે નાટયવિધિ બતાવીને ચાલી ગઈ ત્યારે ગૌતમસ્વામીએ તેના પૂર્વભવના