________________
[ ૪૮૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - ત્રીજા અધ્યયનનો પ્રારંભ જાણવો જોઈએ અર્થાત્ જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામી સમક્ષ ત્રીજા અધ્યયનના ભાવ સાંભળવા માટે જિજ્ઞાસા પ્રગટ કરી. ३७ एवं खलु जंबू ! रायगिहे णयरे । गुणसीलए चेइए । एवं जहेव राई तहेव रयणी वि। णवर-आमलकप्पा णयरी अंबसालवणे चेइए । जियसत्तू राया । रयणे गाहावई । रयणसिरी भारिया, रयणी दारिया, सेसं तहेव जाव अंतं काहिइ । ભાવાર્થ - જિંબૂસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુધર્માસ્વામીએ કહ્યું-] હે જંબૂ ! રાજગૃહ નગર, ગુણશીલ ઉદ્યાન, ઇત્યાદિ જે વૃત્તાંત રાજીના વિષયમાં કહ્યો છે તે જ પ્રમાણે રજનીના વિષયમાં કહેવો. વિશેષતા એ છે કે આમલકલ્પા નગરી, આમ્રપાલવન ઉદ્યાન, જિતશત્રુ રાજા અને તેમાં રજની નામના ગાથાપતિ, રજનીશ્રી નામની તેની પત્ની અને રજની નામની પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાંત પૂર્વવતુ જાણવો યાવતુ તે રજની દેવી (અગ્રમહિષીદેવી) મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ચોથું અધ્યયન :३८ एवं विज्जु वि । आमलकप्पा णयरी । विज्जु गाहावई । विज्जुसिरी भारिया । विज्जु दारिया । सेसं तहेव । ભાવાર્થ- એ જ પ્રમાણે વિધુત નામની ચમરેન્દ્રની અગ્રમહિષી દેવીનું કથાનક સમજવું. આમલકપ્પા નગરીમાં વિધુત નામના ગાથાપતિ, વિધુતશ્રી નામની તેમની પત્ની અને વિધુત નામની તેમની પુત્રી હતી. શેષ સમગ્ર કથા પૂર્વવત્ જાણવી. પાંચમું અધ્યયન :|३९ एवं मेहा वि- आमलकप्पा णयरीए मेहे गाहावई, मेहसिरी भारिया, मेहा વારિયા, સેસ તહેવા ભાવાર્થ:- તે જ પ્રમાણે મેઘા નામની ચમરેન્દ્રની અગ્રમહિષી દેવી કથાનક પણ જાણી લેવું જોઈએ. તેના નામોમાં વિશેષતા એ છે કે આમલકપ્પા નગરીમાં મેઘ નામના ગાથાપતિ, મેઘશ્રી નામની પત્ની અને મેઘા નામની પુત્રી હતી. શેષ કથન પૂર્વવત્ જાણવું. ४० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स अयमढे पण्णत्ते ॥ ભાવાર્થ-હે જંબૂ! સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમવર્ગનો આ અર્થ પ્રરૂપિત કર્યો છે.
| | અધ્યયન ૧ થી ૫ સંપૂર્ણ .
આ
છે પ્રથમ વર્ગ સંપૂર્ણ છે
!!