________________
બીજો શ્રુતસ્કંધ : પ્રથમ વર્ગ(અ−૧ થી ૫)
બીજું અધ્યયન :
३१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमट्ठे पण्णत्ते, बिइयस्स णं भंते ! अज्झयणस्स समणेण भगवा महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
૪૭૯
ભાવાર્થ: :- હે ભગવન્! સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ અધ્યયનના આ ભાવ કહ્યા છે તો સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | ३२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णगरे, गुणसीलए चेइए। सामी समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ ।
ભાવાર્થ:- હે જંબૂ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું, ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. વંદન કરવા માટે પરિષદ નીકળી યાવત્ ભગવાનની ઉપાસના કરવા લાગી. | ३ ३ तेणं कालेणं तेणं समएणं राई देवी चमरचंचाए रायहाणीए एवं जहा काली तहेव आगया, णट्टविहिं उवदंसेत्ता पडिगया । भंते त्ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पुव्वभवपुच्छा ।
ભાવાર્થઃ– તે કાલે અને તે સમયે રાજી નામની (ચમરેન્દ્રની અગ્રમહિષી) દેવી ચમરચંચા રાજધાનીમાંથી કાલીદેવીની સમાન ભગવાનની સેવામાં આવી અને નાટ્યવિધિ બતાવીને ચાલી ગઈ. તે સમયે, “હે ભગવન્ !’’ આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને રાજીદેવીના પૂર્વભવની પૃચ્છા કરી.
३४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं आमलकप्पा णयरी, अंबसालवणे चेइए, जियसत्तु राया, राई गाहावई, राईसिरी भारिया, राई दारिया, पासस्स समोसरणं । राई दारिया जहेव काली तहेव णिक्खता । तहेव सरीरबाउसिया, तं चैव सव्वं जाव अंतं काहिइ ।
ભાવાર્થ :- [રાજીદેવીના પૂર્વભવનું વર્ણન કરતા ભગવાને કહ્યું–] હે ગૌતમ ! તે કાલે અને તે સમયે આમલકલ્પા નગરી હતી, તેમાં આમ્રશાલવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતા. રાજી નામના ગાથાપતિ હતા. તેની પત્નીનું નામ રાજશ્રી હતું. રાજી તેમની પુત્રી હતી. કોઈ એક સમયે પાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા. કાલીની જેમ રાજી કુમારી પણ ભગવાનને વંદના કરવા માટે નીકળી. તે પણ કાલીની જેમ દીક્ષા લઈને શરીર બકુશા થઈ ગઈ. શેષ સમસ્ત વૃત્તાંત કાલીની સમાન જ જાણવું યાવત્ તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. ३५ एवं खलु जंबू ! बिइयज्झयणस्स णिक्खेवओ ।
ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબૂ ! બીજા અધ્યયનનો નિક્ષેપ–ઉપસંહાર પૂર્વવત્ જાણવો જોઈએ. ત્રીજું અધ્યયન :
३६ जइ णं भंते ! तइयस्स उक्खेवओ ।