________________
અનુવાદિકાની કલમે
બા.બ્ર. સાધ્વી શ્રી સુમનબાઈ મ.સ.
આગમ સાહિત્યમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર છટ્ટા અંગ સૂત્ર રૂપે સ્થાન ધરાવે છે. આ આગમનું પ્રાકૃત (અર્ધમાગધી) નામ ગાયાધમૂહાઓ છે અને તેનું સંસ્કૃત નામ જ્ઞાતાધર્મકથા છે. “શ્રી જ્ઞાતાધર્મકથા' આ નામ વિષયક વિભિન્ન વ્યાખ્યાઓ જોવા મળે
છે.
જ્ઞાતાધર્મકથા નામકરણ તથા વ્યાખ્યાઓ – (૧) જેમાં જ્ઞાત (ઉદાહરણો) તથા ધર્મકથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા.
ज्ञातानि ज्ञाताध्ययनानि प्रथम श्रुतस्कन्धे , धर्मकथा द्वितीयश्रुतस्कन्धे यासु ग्रन्थपद्धतिषु ता ज्ञाताधर्मकथाः ।
પ્રથમ શ્રુતસ્કન્દમાં જ્ઞાત અધ્યયનો અર્થાત્ ઉદાહરણો–દષ્ટાંત રૂપ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કન્ધમાં ધર્મકથાઓ છે, તેથી તેનું નામ જ્ઞાતાધર્મકથા છે. (૨) જેમાં જ્ઞાત (ઉદાહરણ) પ્રધાન ધર્મકથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા.
ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथाः । ઉદાહરણ– દષ્ટાંત (જ્ઞાત) પ્રધાન ધર્મકથાઓ હોવાથી આ સૂત્રનું નામ જ્ઞાતાધર્મકથા
આચાર્ય અભયદેવસૂરિજીએ સમવાયાંગ વૃત્તિમાં અને આચાર્ય મલયદેવ સૂરિજીએ શ્રી નંદીવૃત્તિમાં ઉપરોક્ત બંને પ્રકારની વ્યાખ્યાનો સ્વીકાર કર્યો છે. આચાર્ય હેમચંદ્રસૂરિજીએ અભિધાન ચિંતામણિ નામમાલામાં અને આચાર્ય યશોદેવસૂરિજીએ પાક્ષિક સૂત્રની વૃત્તિમાં “ઉદાહરણ(જ્ઞાત) પ્રધાન ધર્મકથા” એવી એક જ વ્યાખ્યાને સ્વીકૃત કરી છે. (૩) સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થ વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. યથા- જ્ઞાતા દષ્ટાન્તા:, તાનુપાવાય ધ યત્ર થ્થત તા જ્ઞાતાધર્મકથાઃ | જ્ઞાતા એટલે દષ્ટાંત, તે દષ્ટાંતના આશ્રયે-માધ્યમે જેમાં ધર્મનું કથન કરવામાં આવ્યું છે, તે જ્ઞાતાધર્મકથા. (૪) કષાયપાહુડની જયધવલા નામની ટીકા, ગોમ્મસારની જીવ પ્રબોધિની ટીકા
47