________________
GL ;
માટે ભલે અમને નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ અમારું સંપાદન કાર્ય આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. ના અગાધ જ્ઞાન અને પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. ના ઊંડાણભર્યા અનુભવના સહારે જ ચાલી રહ્યું છે. તેઓના માર્ગદર્શન નીચે અમારો સંપાદન અનુભવ સમૃદ્ધ બની રહ્યો છે. તે બદલ અમો તેઓશ્રીના આભારી છીએ.
મહાજનો અને પ્રજાજનો પણ સમયે-સમયે બાળરાજાની યોગ્ય દેખભાળ રાખતા જ રહે તેમ પૂ. વીરમતી બાઈ મ.; અમો શ્રુતસેવાની જવાબદારી વહન કરતાં-કરતાં ક્યાંય અહમાદિ ભાવોમાં ચાલ્યા ન જઈએ, તેની સતત દેખભાળ સાથે અમારામાં નૂતન ઉત્સાહ વારંવાર પૂરતા રહે છે અને શ્રુત કાર્યમાં અનેકવિધરૂપે સહાયક બની, આ આગમ પ્રકાશનમાં પોતાનો મૂક ફાળો નોંધાવી રહ્યા છે. ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો, સહવતિની ગુરુભગિનીઓ અમારા કાર્યમાં સહાયક બની રહે છે, તેમના કાર્યની આ તકે અમે કદર કરીએ છીએ. અમારા ઉપકારી માતા-પિતા કે જેઓએ બચપણથી જ અમારા અંતરમનમાં ધાર્મિકતાના બીજનું વાવેતર કર્યું છે, તે આજે ગુગુણી ભગવંતના વારિ સિંચને પલ્લવિત બની રહ્યું છે. તે સર્વ ઉપકારી જનો પ્રતિ અમે કૃતજ્ઞતાના ભાવ પ્રગટ કરીએ છીએ.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી! શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
46 IT