________________
द्वितीया तु प्रायः सुगमैव, यच्च तत्र दुरवगमं તરિત૨વ્યાયાનતોડવવોથવ્યતિમિત ! – વૃત્તિ. વૃત્તિકારે વાચનાન્તરના ઉલ્લેખપૂર્વક અનેક સ્થાને પાઠભેદો આપેલા છે. યથા
પ્રથમ અધ્યયનમાં દાવાનળને જોઈ મેપ્રભ હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું, ભવિષ્યમાં દાવાનળથી રક્ષણ મેળવવા એક મંડળ બનાવ્યું, વરસાદના કારણે વારંવાર ફરી ઉગેલા વૃક્ષાદિને દૂર કર્યા તે સંપૂર્ણ વર્ણન સૂત્ર ૧૩૦ થી ૧૩૩માં છે. ત્યાર પછી પુનઃ અદ મે તુમ ા....આલાપક દ્વારા દાવાનળનું વર્ણન જોવા મળે છે. વૃત્તિકાર પોતે જ મૂળપાઠ સાથે તાવ નમો શબ્દ દ્વારા તેને પાઠાંતર રૂપે સ્વીકારે છે.
આઠમા મલ્લી અધ્યયનમાં સૂત્ર પદમાં તાલપિશાચનું વર્ણન કર્યા પછી પુનઃ તાનનાં વિવા... પાઠમાં પુનઃ તાલપિશાચનું વર્ણન છે. વૃત્તિકારે માતરમ્ કહી પાઠાંતર રૂપે આ પાઠને સ્વીકાર્યો છે. પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં અક્ષરો ૧૬ પોઈન્ટના છે પણ આવા પાઠાન્તરોના પાઠને અલગ બતાવવા કૌંસમાં અને ૧૫ પોઈન્ટના ઈટાલિયન અક્ષરોમાં મૂકવામાં આવેલા છે.
પ્રથમ અધ્યયનમાં અભયકુમારે માતાની દોહદપૂર્તિના લક્ષ્ય અટ્ટમ પૌષધ કર્યા તે પાઠ છે. (સૂત્ર ૪૪) તેમાં પોસહિપ વમારી પાઠ છે. સાંસારિક લક્ષ્ય કરતાં પૌષધને પૌષધવ્રત કેમ કહેવાય ? તેની વિચારણામાં અન્યત્ર આવા પ્રકારના પાઠને તપાસતા જણાયું કે પ્રસ્તુત સૂત્રના તેરમા અધ્યયનમાં મિથ્યાત્વને પ્રાપ્ત નંદ મણિયારે પૌષધ કર્યો ત્યાં તથા શ્રી અંતગડ સૂત્ર વર્ગ-૩, અધ્યયન–૮માં કૃષ્ણ વાસુદેવે સાંસારિક લક્ષ્ય પૌષધ ગ્રહણ કર્યો ત્યાં પોાિ ડ્રવ વધારી શબ્દ છે. તેથી પ્રસ્તુતમાં પણ પોસહિપ રૂવ શબ્દ માન્ય કર્યો છે.
પાંચમા અધ્યયનમાં સુદર્શન શેઠના પ્રશ્નના ઉત્તરમાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શિષ્ય થાવચ્ચ અણગાર ચાતુર્યામ ધર્મના આરાધક હોવા છતાં તેઓએ વ્યક્તિગત ચર્ચામાં પાંચ મહાવ્રત રૂપ અણગાર વિનયની પ્રરૂપણા કરી છે. તેનું કારણ શોધતા જણાયું કે કોઈપણ અન્યતીર્થિકો સાથે જ્યારે ચર્ચા થાય ત્યારે તેઓને વિનયમૂલક ધર્મને સમજાવવા સ્પષ્ટીકરણ માટે પંચમહાવ્રતોનું કથન આવશ્યક બની જાય છે. વિચારણાના અંતે પ્રાપ્ત તથા પ્રકારના ખુલાસા વિવેચનમાં રજૂ કર્યા છે.
વર્તમાનમાં ઉપલબ્ધ સર્વ પ્રતોમાં પાઠાંતરો હોવાથી આ આગમનું સંપાદન થોડું જટિલ લાગે તે સ્વાભાવિક છે પરંતુ જેમ કોઈ બાળ યુવરાજનો રાજ્યાભિષેક કરવામાં આવે ત્યારે પ્રધાન અને મંત્રીની બુદ્ધિએ જ રાજ્ય ચાલતું હોય છે, તેમ સંપાદન કાર્ય
45