________________
અધ્ય—૧૯ : પુંડરીક
પાસે પહેલાં પણ મેં સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા છે યાવતુ સંપૂર્ણ મિથ્યા દર્શનશલ્ય તેમ અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર્યો હતો યાવત્ આ રીતે અનશન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, કાળના સમયે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને અનંતર ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
| २९ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे माणुस्सएहिं कामभोगेहिं णो सज्जइ, णो रज्जइ जाव णो विणिग्धायमावज्जइ, सेणं ह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे वंदणिज्जे पूयणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जे भवइ परलोए वि य णं णो आगच्छइ बहूणि दंडणाणि य मुंडणाणि तज्जणाणि य ताडणाणि य जाव चाउरंतसंसारकंतारं वीईवइस्सइ- जहा व से पुंडरीए अणगारे ।
૪૫
ભાવાર્થઃ– એ જ પ્રમાણે હે આયુષ્માન્ શ્રમણો ! અમારા જે સાધુ કે સાધ્વી દીક્ષિત થઈને મનુષ્ય સંબંધી કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી યાવત્ પ્રતિઘાતને પામતા નથી, તે આ જ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલકારક, દેવ અને ચૈત્ય સમાન ઉપાસના કરવા યોગ્ય થાય છે. પરલોકમાં પણ તે રાજદંડ, રાજનિગ્રહ, તર્જના અને તાડનાને પ્રાપ્ત થતા નથી યાવત્ પુંડરીક અણગારની જેમ ચતુર્ગતિરૂપ સંસાર-કાંતારને પાર કરી જાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કંડરીકના નરકગમનનું અને પુંડરીકના દેવલોક ગમનનું નિરૂપણ છે.
બંને ભાઈઓએ અંત સમયે સમાન શારીરિક વેદનાનો અનુભવ કર્યો પરંતુ તે બંનેના કારણમાં અને પરિણામમાં તફાવત હતો. કંડરીકને અતિમાત્રામાં ગરિષ્ટ ભોજનનું પાચન ન થવાથી વ્યાધિ થયો અને તે બીમારીમાં પણ સમજણના અભાવે તેમનું ચિત્ત સતત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી રહ્યું હતું. તેના પરિણામે તે આયુષ્ય પૂર્ણ થતાં ૩૩ સાગરોપમની સ્થિતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થયા.
પુંડરીક અણગારને લુખા-સૂકા આહારનું પાચન ન થવાથી વ્યાધિ થયો હતો. તે બીમારીમાં વૈરાગ્યભાવે, સમજણના સહારે તેમનું ચિત્ત ધર્મધ્યાનમાં જ ઓતપ્રોત હતું અને તેના પરિણામે આયુષ્યપૂર્ણ થતાં તેઓ ૩૩ સાગરોપમની સ્થિતિએ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા.
આ રીતે વેદનાની પરિસ્થિતિ સમાન હોવા છતાં આત્મ પરિણામો અનુસાર જીવોની ગતિ અને ઉત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે.
ઉપસંહારઃ
३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं सिद्धिगइणामधेयं ठाणं संपत्ते एगूणवीसइमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥