________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं छट्टुस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥
૪૬૬
एयस्स णं सुयक्खंधस्स एगूणवीसं अज्झयणाणि एक्कसरगाणि एगूणवीसाए दिवसेसु समप्पंति ।
ભાવાર્થ:- હે જંબૂ ! ધર્મની આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવત્ સિદ્ધિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત—અધ્યયનના ઓગણીસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
શ્રી સુધર્માસ્વામી પુનઃ કહે છે. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત જિનેશ્વર દેવે આ છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે. જેવી રીતે મેં સાંભળ્યું છે તેમજ કહ્યું છે. પોતાની કલ્પના બુદ્ધિથી કહ્યું નથી.
આ પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન છે, એક-એક અધ્યયન એક-એક દિવસે ભણવાથી ઓગણીસ દિવસમાં તેનું આ અધ્યયન પૂર્ણ થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીક-કંડરીકના જીવનની ઘટનાના દષ્ટાંતે સદ્બોધ આપવામાં આવ્યો છે. વૃત્તિકા૨ે તેને જ બે ગાથા દ્વારા પ્રગટ કર્યો છે. યથા—
वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्टभावो, ण विसुज्झइ कंडरीय व्व ॥ १ ॥
અર્થ– કોઈ હજાર વર્ષ સુધી અત્યંત વિપુલ અર્થાત્ ઉચ્ચકોટિના સંયમનું પાલન કરે પરંતુ અંતમાં તેની ભાવના સંકલેશયુક્ત મલીન થઈ જાય તો તે કંડરીકની સમાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી.।।૧।।
अप्पेण वि कालेणं, केइ जहा गहिक्सील सामण्णा ।
साहिंति णिययकज्जं, पुंडरी महारिसि व्व जहा ॥२॥
અર્થ મહર્ષિ પુંડરિકની સમાન કોઈ શીલ અને શ્રામણ્ય રૂપ સાધુધર્મને અંગીકાર કરીને અલ્પકાળમાં જ તે પોતાના પ્રયોજનને- શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરે છે.રા
॥ ઓગણીસમું અધ્યયન સંપૂર્ણ ॥
પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ ॥