________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सीयलुक्खं पाणभोयणं पडिगाहेइ, पडिगाहित्ता अहापज्जत्तमिति कट्टु पडिणियत्तइ, पडिणियत्तित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता भत्तपाणं पडिदंस, पडिदंसित्ता थेरेहिं भगवंतेहिं अब्भणुण्णाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बिलमिव पण्णगभूएणं अप्पाणेणं तं फासुएसणिज्जं असणं पाणं खाइम साइमं सरीरकोट्ठगंसि पक्खिवइ ।
४६४
ભાવાર્થ:- ત્યાર પછી પુંડરીકિણી નગરીથી નીકળીને પુંડરીક અણગાર સ્થવિર ભગવાન પાસે પહોંચી ગયા, પહોંચીને તેઓએ સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને સ્થવિર ભગવંતની પાસે બીજીવાર ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. પછી છઠના પારણે પ્રથમ પહોરે સ્વાધ્યાય કરી યાવત્ ભિક્ષાને માટે ફરતાં ઠંડા અને લૂખા ભોજન પાણી ગ્રહણ કર્યા અને આ આહાર મારા માટે પર્યાપ્ત છે, એમ વિચારીને પાછા ફર્યા અને સ્થવિર ભગવાનની પાસે આવીને લાવેલા આહાર-પાણી દેખાડયા. પછી સ્થવિર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને, આહારમાં અમૂર્છિત, અગૃદ્ધ, અનાસકત અને તલ્લીનતાથી રહિત બનીને જેમ સર્પ બિલમાં સીધો ચાલ્યો જાય છે, તે જ પ્રમાણે(સ્વાદ ન લેતા) તે પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારને તેઓએ શરીરરૂપી કોઠામાં નાંખ્યો.
२७ तए णं तस्स पुंडरीयस्स अणगारस्स तं कालाइक्कतं अरसं विरसं सीयलुक्खं पाणभोयणं आहारियस्स समाणस्स पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स से आहारे णो सम्मं परिणमइ । तए णं तस्स पुंडरीयस्स अणगारस्स सरीरगंसि वेयणा पाउब्भूया - उज्जला जावदुरहियासा । पित्तज्जर-परिगय-सरीरे दाहवक्कंतीए विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી પુંડરીક અણગાર તે કાલાતિક્રાન્ત, અરસ, વિરસ તથા ઠંડા અને સૂકા આહાર પાણી કરીને મધ્યરાત્રિના સમયે ધર્મ-જાગરણ કરી રહ્યા હતા. ત્યારે તે આહાર સમ્યગ્રૂપે પરિણત ન થવાથી પુંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, દુસ્સહ્ય વેદના ઉત્પન્ન થઈ ગઈ. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં બળતરા થવા લાગી.
२८ तए णं ते पुंडरीए अणगारे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे करयल जाव एवं वयासी
णमोत्थुणं अरिहंताणं जावसंपत्ताणं । णमोत्थुणं थेराणं भगवंताणं मम धम्मायरियाणं धम्मोवएसयाणं । पुव्विपि य णं मए थेराण अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए जाव सव्वे मिच्छादंसणसल्ले पच्चक्खाए जाव आलोइयपडिक्कते कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे उववण्णे । ततो अणंतरं उव्वट्टित्ता महाविदेहे वासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं काहि ।
ભાવાર્થ :- ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુષકાર-પરાક્રમહીન થઈ ગયા. તેઓએ બન્ને હાથ જોડી યાવત્ આ પ્રમાણે કહ્યું– સિદ્ધિને પ્રાપ્ત અરિહંતોને અર્થાત્ સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો તથા મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સ્થવિર ભગવંતોને નમસ્કાર હો. સ્થવિર ભગવંતોની