________________
અધ્ય—૧૯ : પુંડરીક
વિવેચનઃ
૪૩
પ્રસ્તુત સૂત્રોમાં રાજા પુંડરીકની દીક્ષાનું વર્ણન છે.
પુંડરીક રાજા સંસારમાં હોવા છતાં દઢ શ્રદ્ધાવાન અને વ્રતધારી શ્રાવક હતા. તેના અંતરમાં સંતો પ્રત્યે અહોભાવ અને ભક્તિભાવ હતો, તેથી જ કંડરીક મુનિની બીમારીમાં નિર્દોષ ઉપચારો કરી સેવાનો લાભ લીધો હતો. તે ઉપરાંત રાજ્યસિંહાસને બિરાજમાન હોવા છતાં તેમનું અંતર ક્ષણે-ક્ષણે સંયમમાર્ગના માહાત્મ્યને અનુભવતું હતું. તેથી જ તક મળતાં કંડરીકને રાજ્યાસને સ્થાપિત કરી સ્વયં સંયમનો સ્વીકાર કર્યો. કંડરીકનું નરકગમન :
| २३ तए णं तस्स कंडरीयस्स रण्णो तं पणीयं पाणभोयणं आहारियस्स समाणस्स अइजागरिएण य अइभोयणप्पसंगेण य से आहारे णो सम्मं परिणमइ । तए णं तस्सकंडरीयस्स रण्णो तंसि आहारंसि अपरिणममाणंसि पुव्वरत्तावरत्तकालसमयंसि सरीरंसि वेयणा पाउब्भूया - उज्जला विउला कक्खडा पगाढा जावदुरहियासा । पित्तज्जर-परिगय-सरीरे दाहवक्कंतीए यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક રાજાને ગરિષ્ટ ભોજનના આહારથી, અતિ જાગરણ કરવાથી અને અતિ ભોજન કરવાથી તે આહાર બરાબર પચ્યો નહીં. ત્યાર પછી કંડરીક રાજાને તે આહારનું પાચન ન થવાથી મધ્ય રાત્રિના સમયે તેમના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, કર્કશ, પ્રગાઢ યાવત્ અસહ્ય વેદના ઉત્પન્ન થઈ ગઈ. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું, તેથી તેમને બળતરા થવા લાગી.
२४ तणं सेकंडरी राया रज्जे य रट्ठे य अंतेउरे य जाव अज्झोववण्णे अट्टदुहट्टवसट्टे अकामए अवसवसे कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरयंसि णेरइयत्ताए उववण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં અને અંતઃપુરમાં યાવત્ અત્યંત આસક્ત બન્યા. આર્તધ્યાનને વશીભૂત થયા, ઇચ્છા વિના, પરાધીન પણે કાલના સમયે કાલધર્મ પામીને નીચે સાતમી નરક પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ(તેત્રીસ સાગરોપમ) સ્થિતિવાળા નારકીરૂપે ઉત્પન્ન થયા.
२५ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइ समा पुणरवि माणुस्सर कामभोए आसाएइ जाव अणुपरियट्टिस्सइ - जहा व से कंडरीए राया । ભાવાર્થ :- આ પ્રમાણે હે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ કે સાધ્વી દીક્ષિત થઈને પુનઃ માનવીય કામભોગોની ઇચ્છા કરે છે, તેઓ કંડરીક રાજાની પેઠે સંસારમાં પુનઃ પુનઃ ભ્રમણ કરે છે. પુંડરીકનું દેવલોક ગમન :
२६ तए णं से पुंडरीए अणगारे जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता थेराणं अंतिए दोच्वंपि चाउज्जामं धम्मं पडिवज्जइ, छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, करिता जाव अम