________________
અધ્ય–૧૯: પુંડરીક
_
[ ૪૬૧ ]
ગુણોથી રહિત થઈને ચુપચાપ(આજ્ઞા લીધા વિના) સ્થવિર મુનિઓની પાસેથી નીકળી ગયા અને પંડરીકિણી નગરીમાં પુંડરીક રાજાના ભવનમાં આવીને અશોક વાટિકામાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક પર બેસી ગયા અને ત્યાં ઉદાસ બનીને આર્તધ્યાન કરવા લાગ્યા. |१७ तएणंतस्सपुंडरीयस्स अम्मधाई जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयंअणगारं असोगवरपायवस्सअहे पढविसिलाफ्ट्रयसिओहयमणसंकप्पंजावझियायमाणं पासइ, पासित्ता जेणेव पुंडरीएराया तेणेव उवागच्छइ, उवागिच्छत्ता पुंडरीयंरायंएवं वयासीएवं खलु देवाणुप्पिया ! तव पियभाउए कंडरीए अणगारे असोगवणियाए असोगवरपायवस्स अहे पुढविसिलापट्टे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ:- તે સમયે પંડરીક રાજાની ધાવમાતા ત્યાં અશોક વાટિકામાં આવી. તેણીએ કંડરીક અણગારને અશોક વૃક્ષની નીચે, પૃથ્વી શિલાપટ્ટક પર યાવતુ ઉદાસ ચિત્તે આર્તધ્યાન કરતાં જોયા, જોઈને તે પુંડરીક રાજાની પાસે ગઈ અને પુંડરીક રાજાને કહેવા લાગી- હે દેવાનુપ્રિય! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં, અશોક વૃક્ષની નીચે, પૃથ્વી શિલાપટ્ટક પર ઉદાસ થઈને યાવત્ ચિંતામગ્ન બેઠા છે. १८ तएणं पुंडरीए अम्मधाईए एयमढे सोच्चा णिसम्म तहेव संभंते समाणे उठाए उढेइ, उद्वित्ता अंतेउस्परियालसंपरिवुडे जेणेव असोगवणिया जावकंडरीयं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करित्ता एवं वयासी- धण्णे सिणं तुमं देवाणुप्पिया ! जावपव्वइए, अहं णं अधण्णे जाव णो संचाएमिफव्वइत्तए । तंधण्णे सिणं तुमदेवाणुप्पिया ! जावजीवियफले। ભાવાર્થ - ત્યારે પુંડરીક રાજા, ધાવમાતાની આ વાત સાંભળીને, અંતરમાં ધારણ કરીને, સંભ્રાન્ત થઈને અર્થાતુ આઘાત પામીને કે(મુનિ કેમ આવ્યા હશે ?) શીઘ ઊભા થઈ ગયા, ઊઠીને અંતઃપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં આવ્યા યાવત કંડરીક અણગારને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય! તમે ધન્ય છો કે વાવત દીક્ષિત છો. હું અધન્ય છું કે વાવતુ દીક્ષિત થવા માટે સમર્થ થઈ શક્યો નથી; તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવત્ તમે જન્મ અને જીવનને સફળ કર્યું છે. १९ तए णं कंडरीए पुंडरीएण एवं वुत्ते समाणे तुसिणीए संचिट्ठइ । दोच्चंपि तच्चंपि जाव संचिट्ठइ। ભાવાર્થ:- પુંડરીક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કંડરીક મૌન રહ્યા. બીજીવાર-ત્રીજીવાર કહેવા છતાં પણ યાવત્ તે મૌન જ રહ્યા. २० तए णं पुंडरीए कंडरीयं एवं वयासी- अट्ठो भंते ! भोगेहिं ? हंता अट्ठो। ભાવાર્થ - ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને પૂછ્યું- હે ભગવંત ! આપને શું ભોગથી પ્રયોજન છે? અર્થાત્ શું ભોગ ભોગવવાની ઇચ્છા છે? ત્યારે કંડરીકે કહ્યું– હા, ભોગનું પ્રયોજન છે. २१ तए णं पुंडरीए राया कोडंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थं जावरायाभिसेयं उवट्ठवेह जावरायाभिसेएणं अभिसिंचइ ।