________________
| ४६०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- धण्णे सिणं तुम देवाणुप्पिया ! कयत्थे कयपुण्णे कयलक्खणे । सुलद्धे णं देवाणुप्पिया ! तव माणुस्सए जम्मजीवियफलेजेणंतुमरजंच जावअंतेउरं चविच्छङ्केत्ता विगोवइत्ता जावपव्वइए । अहं णं अहण्णे अकयत्थे अकयपुण्णे रज्जे जाव अंतेउरे य माणुस्सएसु य कामभोगेसु मुच्छिए जाव अज्झोववण्णे णो संचाएमि जाव पव्वइत्तए । तं धण्णो सिणं तुमं देवाणुप्पिया! जावजीवियफले। ભાવાર્થ - ત્યાર પછી પુંડરીક રાજાએ જ્યારે આ વાત જાણી, ત્યારે તે સ્નાન કરી, વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને, કંડરીક અણગાર પાસે આવીને, તેઓને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને, વંદના અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો અને સુલક્ષણવાળા છો. હે દેવાનુપ્રિય ! આપને મનુષ્ય જન્મ અને જીવનનું સુંદર ફળ મળ્યું છે, કે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને તેનાથી પરાક્રમુખ થઈને પ્રવ્રજિત થયા છો. હું અધન્ય છું, પુણ્યહીન છું યાવતું તેથી રાજ્યમાં, અંતઃપુરમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂચ્છિત થાવત્ તલ્લીન રહું છું યાવત્ દીક્ષિત થવા માટે સમર્થ થઈ શક્યો નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવનનું સુંદર ફળ મળ્યું છે. १६ तए णं से कंडरीए अणगारे पुंडरीयस्स एयमटुं णो आढाइ णो परियाणाइ, तुसिणीए संचिट्ठइ । तए णं कंडरीए पुंडरीएणं दोच्चपि तच्चपि एवं वुत्ते समाणे अकामए अवसवसे लज्जाए गारवेणं य पुंडरीयं रायं आपुच्छइ, आपुच्छित्ता थेरेहिं सद्धिं बहिया जणवयविहारं विहरइ ।
तए णं से कंडरीए थेरेहिं सद्धिं किंचि कालं उग्गंउग्गेणं विहरइ । तओ पच्छा समणत्तण परितंते, समणत्तण णिव्विण्णे, समणत्तण णिब्भत्थिए, समणगुण मुक्कजोगी, थेराणं अंतियाओ सणियं-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव पुंडरीगिणी णयरी जेणेव पुंडरीयस्स भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवणियाए असोगवरपायवस्स अहे पुढविसिलापट्टगंसि णिसीयइ, णिसीइत्ता ओहयमणसंकप्पे जाव झियायमाणे संचिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીક રાજાની આ વાતનો આદર કર્યો નહીં, તે વાત પર લક્ષ્ય આપ્યું નહીં પરંતુ તે મૌન રહ્યા. ત્યારે પુંડરીકે બીજીવાર અને ત્રીજીવાર આ જ પ્રમાણે કહ્યું, ત્યાર પછી ઈચ્છા ન હોવા છતાં પણ લાચાર થઈને, લજ્જિત થઈને, સાધુત્વના ગૌરવ માટે પુંડરીક રાજાને વાત કરીને કંડરીક અણગાર સ્થવિર મુનિઓની સાથે બહાર જનોપદોમાં વિચરવા લાગ્યા.
કંડરીક અણગાર સ્થવિરોની સાથે થોડા સમય સુધી ઉગ્રવિહાર કરતા રહ્યા પરંતુ તેઓ સાધુપણાથી થાકી ગયા, શ્રમણત્વથી કંટાળી ગયા અને તેમને શ્રમણત્વ પ્રત્યે તિરસ્કાર ભાવ આવી ગયો. તે સાધુતાના