________________
અધ્ય–૧૯: પુંડરીક
.
| ४५८
१२ तए णं थेरा अण्णया कयाइ जेणेव पोंडरीगिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता णलिणिवणे समोसढा । पुंडरीए णिग्गए । धम्मं सुणेइ ।
तए णं पुंडरीए राया धम्म सोच्चा जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयं अणगारं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता कंडरीयस्स अणगारस्स सरीरगं सव्वाबाहं सरोगं पासइ, पासित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहं णं भंते ! कंडरीयस्स अणगारस्स अहापवत्तेहिं ओसह-भेसज्जेहिं-भत्तपाणेहिं तेइच्छं आउट्टामि । तं तुब्भे णं भंते ! मम जाणसालासु समोसरह । ભાવાર્થ :- ત્યાર પછી (વિહાર કરતાં-કરતાં) એકદા સ્થવિર ભગવંતો પુનઃ પુંડરીકિણી નગરીમાં પધાર્યા અને નલિનીવન ઉદ્યાનમાં સમોસર્યા. ત્યારે પંડરીક રાજા દર્શન કરવા આવ્યા અને ધર્મોપદેશ સાંભળ્યો. ધર્મ સાંભળીને પુંડરીક રાજા કંડરીક અણગારની પાસે ગયા. ત્યાં જઈને કંડરીકમુનિને વંદના-નમસ્કાર કરીને તેમણે કંડરીકમુનિનું શરીર, સર્વ પ્રકારે પીડાથી યુક્ત અને રોગથી આક્રાંત જોયું અને તે સ્થવિર ભગવંતોની પાસે ગયા, ત્યાં જઈને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને વિનંતી કરી કે હે ભગવન્! હું આપની સમાચારીને અનુકૂળ ઔષધ અને ભેષજથી તેમજ યોગ્ય આહાર-પાણીથી કંડરીક અણગારની ચિકિત્સા કરાવવા ઇચ્છું છું, તેથી હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો. १३ तएणंथेरा भगवंतो पुंडरीयस्सरण्णो एयमटुंपडिसुणेतिपडिसुणित्ता जावउवसंपज्जित्ता णं विहरति । तए णं पुंडरीए राया जहा मंडुए सेलगस्स जाव बलियसरीरे जाए। ભાવાર્થ - ત્યારે સ્થવિર ભગવંત પુંડરીક રાજાની વિનંતીનો સ્વીકાર કરીને લાવત્ યાનશાળામાં પધાર્યા. મંડુક રાજાએ જેમ શેલક રાજર્ષિની ચિકિત્સા કરાવી હતી, તેમ પુંડરીક રાજાએ કંડરીક અણગારની ચિકિત્સા કરાવી. પરિણામ સ્વરૂપે કંડરીક અણગાર નિરોગી-બળવાન શરીરવાળા બની ગયા. કંડરીક અણગારની સંચમ શિથિલતા અને સંચમ ત્યાગ:१४ तए णं थेरा भगवंतो पुंडरीयं रायं पुच्छंति, पुच्छित्ता बहिया जणवयविहारं विहरंति। तए णं से कंडरीए ताओ रोयायंकाओ विप्पमुक्के समाणे तंसि मणुण्णंसि असणपाण खाइमसाइमंसि मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे णो संचाएइ पोंडरीयं रायं आपुच्छित्ता बहिया अब्भुज्जएणं जणवयविहारेणं विहरित्तए तत्थेव ओसण्णे जाए। ભાવાર્થ - ત્યાર પછી સ્થવિર ભગવંતો પુંડરીક રાજાને પૂછીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા પરંતુ રોગાતંકથી મુક્ત થઈ ગયેલા તે કંડરીક અણગાર મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ ગયા હતા તેથી તેઓ પુંડરીક રાજાને કહીને બહારના જનપદોમાં ઉધત વિહારી થઈ વિહાર કરવામાં સમર્થ થઈ શક્યા નહીં પરંતુ તેઓ શિથિલાચારી થઈને ત્યાં જ રહેવા લાગ્યા. १५ तए णं से पुंडरीए इमीसे कहाए लढे समाणे ण्हाए अंतेउर-परियाल-संपरिवुडे