________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીકે યાવત્ સ્થવિર મુનિને વંદન-નમસ્કાર કરીને, તેઓની પાસેથી નીકળીને, ચાર ઘંટાવાળા અશ્વ રથ પર આરૂઢ થઈને યાવત્ પુંડરીક રાજાની પાસે આવીને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને પુંડરીકને કહ્યું– હે દેવાનુપ્રિય ! મેં સ્થવિર મુનિ પાસેથી ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય ! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
८ तए णं पुंडरीए राया कंडरीयं जुवरायं एवं वयासी - मा णं तुमं भाउया ! इयाणि मुंडे जाव पव्वयाहि, अहं णं तुमं महया-महया रायाभिसेएणं अभिसिंचामि ।
૪૫૮
तणं सेकंडरी पुंडरीयस्स रण्णो एयमहं णो आढाइ जाव तुसिणीए संचिट्ठइ । तणं पुंडरी राया कंडरीयं दोच्चंपि तच्वंपि एवं वयासी जाव तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ :- ત્યારે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું– હે ભાઈ ! તમે અત્યારે મુંડિત થઈને યાવત્ દીક્ષા ગ્રહણ ન કરો. હું તમારો મહાન રાજ્યાભિષેક કરવા ઇચ્છું છું.
ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો યાવત્ તેઓ મૌન રહ્યા. પુંડરીક રાજાએ કંડરીકને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, યાવત્ કંડરીક યુવરાજ મૌન જ રહ્યા.
९ तए णं पुंडरीए कंडरीयं कुमारं जाहे णो संचाएइ बहूहिं आघवणाहिं पण्णवणाहि य विण्णवणाहि य सण्णवणाहि य ताहे अकामए चेव एयमटुं अणुमण्णित्था जावणिक्खमणाभिसे णं अभिसिंचइ जाव थेराणं सीसभिक्खं दलयइ । पव्वइए। अणगारे जाए, एक्कारसंगविऊ। ભાવાર્થ :- ત્યાર પછી જ્યારે પુંડરીક રાજા, કંડરીક કુમારને તેના દઢ નિર્ણયથી ચલિત કરવા અનેક પ્રકારે આખ્યાન–સંયમ વિરોધી કથનોથી, પ્રજ્ઞાપના—હિતશિક્ષાથી, વિજ્ઞાપના-નમ્રભાવે વિનંતિથી, સંજ્ઞાપના—સમ્યક્ પ્રકારે સંયમ જીવનના કષ્ટો બતાવી રોકવામાં સમર્થ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેણે દીક્ષાની આજ્ઞા આપી યાવત્ તેમણે નિષ્ક્રમણ–અભિષેકથી અભિષિક્ત કર્યા યાવત્ સ્થવિર મુનિઓને શિષ્યરૂપી ભિક્ષા પ્રદાન કરી. આ રીતે કંડરીક યથાવિધિ પ્રવ્રુજિત થયા, અણગાર બની ગયા યાવત્ અગિયાર અંગોના જ્ઞાતા થઈ ગયા.
१० णं थेरा भगवंतो अण्णया कयाई पुंडरीगिणीओ णयरीओ णलिणिवणाओ उज्जाणाओ पडिणिक्खमंति, बहिया जणवयविहारं विहरति ।
ભાવાર્થ:- ત્યાર પછી સ્થવિર ભગવંતો એકદા પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી વિહાર કરી બહાર જનપદોમાં વિચરવા લાગ્યા.
પુંડરીક દ્વારા કંડરીક મુનિનો ઔષધ ઉપચાર :
११ तणं तस्स कंडरीयस्स अणगारस्स तेहिं अंतेहि य पंतेहि य जहा सेलगस्स जा दाहवक्कंतीए यावि विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક અણગારના શરીરમાં તે આન્ત-પ્રાન્ત લૂખા-સૂકા આહારના કારણે શૈલક મુનિની સમાન યાવત્ દાહજ્વર ઉત્પન્ન થયો, તેઓ બીમાર રહેવા લાગ્યા.