________________
અધ્ય–૧૯: પુંડરીક
.
[ ૪૫૭ ]
બને કુમારો સુકોમળ હાથ પગવાળા હતા. અહીં રાજા, રાણી અને રાજકુમારનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તેઓમાં મોટા ભાઈ પુંડરીક યુવરાજ હતા.
४ तेणं कालेणं तेणं समएणं थेरागमणं । महापउमे राया णिग्गए । धम्म सोच्चा पुंडरीयं रज्जेठवेत्ता पव्वइए। पुंडरीए राया जाए, कंडरीए जुवराया । महापउमे अणगारे चोद्दसपुव्वाई अहिज्जइ । तए णं थेरा बहिया जणवयविहारं विहरति । तएणं से महापउमे बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता जावसिद्धे। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે તે નગરીમાં સ્થવિર મુનિઓ પધાર્યા. મહાપદ્મ રાજા સ્થવિર મુનિને વંદના કરવા ગયા. ધર્મોપદેશ સાંભળીને તેમણે પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને દીક્ષા અંગીકાર કરી. હવે પુંડરીક રાજા થયા અને કંડરીક યુવરાજ થયા. મહાપદ્મ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું.
વિરમુનિઓ ત્યાંથી વિહાર કરી બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. મહાપા મુનિ ઘણા વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને વાવ સિદ્ધ થયા. શ્રમણોપાસક પુંડરીકરાજા:| ५ तएणं थेरा अण्णया कयाइं पुणरविपुंडरीगिणीए रायहाणीए णलिणिवणे उज्जाणे समोसढा । पुंडरीए राया णिग्गए । कंडरीए महाजणसई सोच्चा जहा महाब्बलो जाव पज्जुवासइ । थेरा धम्म परिकहेंति । पुंडरीए समणोवासए जाए जावपडिगए। ભાવાર્થ - ત્યાર પછી એકવાર સ્થવિર મુનિઓ પુનઃ પુંડરીકિણી રાજધાનીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેઓને વંદન કરવા માટે ગયા. કંડરીક પણ મહાજનો(ઘણા માણસો)ના મુખેથી
સ્થવિર મુનિઓના આગમનની વાત સાંભળીને(ભગવતી સૂત્રમાં વર્ણિત) મહાબલ કુમારની જેમ દર્શન કરવા ગયા યાવત્ સ્થવિર મુનિઓની ઉપાસના કરવા લાગ્યા. સ્થવિર મુનિરાજે ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થઈ ગયા અને પોતાના ઘેર પાછા ફર્યા. કંડરીકની દીક્ષા - |६ तए णं कंडरीए उट्ठाए उढेइ, उद्वित्ता जावसे जहेयं तुब्भे वयह, जंणवरं पुंडरीयं राय आपुच्छामि, तए णं जावपव्वयामि । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ - ત્યાર પછી કંડરીક યુવરાજે ઉત્થાનશક્તિથી ઊભા થઈને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આપે જે કહ્યું તે સત્ય છે. હું પંડરીક રાજાની આજ્ઞા લઈને આવુંત્યાર પછી યાવત હું દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઉપજે, તેમ કરો. | ७ तए णं से कंडरीए जाव थेरे वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओ पडिणिक्खमइ, तमेव चाउघंट आसरहं दुरुहइ जाव पच्चोरुहइ, जेणेव पुंडरीए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव पुंडरीए एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मए थेराणं अंतिए धम्मे णिते, सेवि यमेधम्मे जावअभिरुइए । तंइच्छामिणंदेवाणुप्पिया! जावपव्वइत्तए।