________________
૪૫૬
શ્રી શાતાધર્મકથા સૂત્ર
'ઓગણીસમું અધ્યયન
પુંડરીક
मध्ययन प्रारंभ:| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, एगूणवीसइमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અઢારમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ઓગણીસમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे पुव्वविदेहे वासे सीयाए महाणईए उत्तरिल्ले कूले, णीलवंतस्स वासहस्पव्वयस्स दाहिणेणं, उत्तरिल्लस्स सीतामुखवणसंडस्स पच्छिमेणं, एगसेलगस्स वक्खारपव्वयस्स पुरच्छिमेणं, एत्थं णं पुक्खलावई णामं विजए पण्णत्ते ।
तत्थणपुंडरीगिणी णामरायहाणी पण्णत्ता-णवजोयणवित्थिण्णा दुवालस जोयणायामा जावपच्चक्खं देवलोयभूया पासाईया दंसणीया अभिरूवा पडिरूवा। तीसेणं पुंडरीगिणीए णयरीए उत्तरपुरच्छिमे दिसिभाए णलिणिवणे णामं उज्जाणे होत्था । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં, સીતા નામની મહાનદીના ઉત્તરી કિનારે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તર તરફના સીતા મુખવનખંડની પશ્ચિમમાં અને એકશેલ નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં પુષ્કલાવતી નામની વિજય છે.
તે પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણી નામની રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી યાવત સાક્ષાત દેવલોક સમાન મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળી અને દર્શકોને આનંદ પ્રદાન કરનારી હતી. તે પુંડરીકિણી નગરીના ઈશાન કોણમાં નલિનીવન નામનું ઉદ્યાન હતું. महापभ रास : ीक्षा : सिद्धि:|३ तत्थणं पुंडरीगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था, वण्णओ । तस्सणं पउमावई देवी होत्था, वण्णओ । तस्स णं महापउमस्स रण्णो पुत्ता पउमावईए देवीए अत्तया दुवे कुमारा होत्था, तं जहा-पुंडरीए य; कंडरीए य सुकुमालपाणिपाया, वण्णओ। पुंडरीए जुवराया। ભાવાર્થ:- તે પંડરીકિણી રાજધાનીમાં મહાપા નામના રાજા હતા, તેમને પદ્માવતી નામની પટ્ટરાણી હતી. મહાપા રાજાના પુત્ર અને પદ્માવતી દેવીના આત્મજ પંડરીક અને કંડરીક નામના બે કુમાર હતા. તે