________________
૪૫૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तह जीवो विसयसुहो, लुद्धो काऊण पावकिरियाओ ।
कम्मवसेणं पावइ, भवाडवीए महादुक्खं ॥२॥ અર્થ- જેમ ચિલાતપુત્ર સુસુમા પર આસક્ત થઈને કુકર્મ કરતો થઈ ગયો અને ધન્ય શ્રેષ્ઠીએ પીછો કર્યો ત્યારે સેંકડો સંકટોથી વ્યાપ્ત મહાટવીને પ્રાપ્ત થયો./૧il.
તે જ પ્રમાણે જે જીવ વિષય સુખોમાં લુબ્ધ થઈને પાપ ક્રિયાઓ કરે છે, તે જીવો પાપ ક્રિયા કરીને કર્મને વશીભૂત થઈને, આ સંસાર રૂપી ધોર અટવીમાં ઘોર દુઃખ પામે છે.રા.
धणसेटी विव गरुणो. पत्ता इव साहवो भवो अडवी । सुय-मंसमिवाहारो, रायगिहं इह सिवं णेयं ॥३॥ जह अडवि-णयर-णित्थरण-पावणत्थं तएहिं सुयमंसं ।
भुत्तं तहेह साहू, गुरुण आणाए आहारं ॥४॥ અર્થ– ધન્ય શ્રેષ્ઠીના સ્થાને ગુરુ તેના પુત્રોના સ્થાને સાધુ અને અટવીના સ્થાને સંસાર છે. પુત્રીના માંસના સ્થાને આહાર અને રાજગૃહના સ્થાને મોક્ષ છે.llall
જેમ તેઓએ અટવી પાર કરવા અને નગર સુધી પહોંચવાના ઉદ્દેશથી જ પુત્રીના માંસનું ભક્ષણ કર્યું, તેવી રીતે સાધુ, ગુરુની આજ્ઞાથી આહાર કરે છે.ll
भव-लंघण-सिवपावणहेउं भुंजंति ण उण गेहीए ।
वण्ण-बल-रूव हेडं, च भावियप्पा महासत्ता ॥५॥ અર્થ- આસક્તિથી નહીં, શરીરના વર્ણ, બલ કે રૂપની વૃદ્ધિ માટે નહીં પરંતુ સંસારને પાર કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવાના જ ઉદ્દેશથી જ તે ભાવિતાત્મા અને મહાસત્ત્વશાળી મુક્તિ આહાર કરે છે./પી.
છે અઢારમું અધ્યયન સંપૂર્ણ